Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરનાં હાપામાં કામધંધા માટે પત્નિએ ઠપકો આપતા પતિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: જામનગર જિલ્લાના હાપા બાવરી વાસમાં રહેતા કિકડીયાભાઈ ઉર્ફે મંગલ નંદલાલભાઈ કોળી, ઉ.વ.૩૦ એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–૧–ર૦રરના આ કામે મરણજનાર કાનાભાઈ નંદલાલભાઈ કોળી, ઉ.વ.ર૩, રે. હાપા બાવરીવાસ, તા.જિ.જામનગરવાળા  કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી તેની પત્ની તેને કામ ધંધો કરવા માટે ઠપકો આપતા મનમાં લાગી આવતા પોતાના હાથે ઘરની આડીમાં દોરી બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

શ્વાસની બિમારીથી પરણિતાનું મોત

અહીં સાધના કોલોની બ્લોક નં.એમ–૪પ, ત્રીજા માળે રૂમ નં.૩૮૦૧, જામનગરમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ સંઘાણી, ઉ.વ.૩પ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–૧–રરના આ કામે મરણજનાર સુનિતાબેન ઉર્ફે જગદેવી જયદીપભાઈ રમેશભાઈ સંઘાણી, ઉ.વ.આ.૩૬, રે. સાધના કોલોની, બ્લોક નં.એમ–૪પ, ત્રીજા માળે, રૂમ નં.૩૮૦૧, જામનગરવાળા ને જૂની શ્વાસની બિમારી હોય રાત્રીના સાડા અગ્યિારેક વાગ્યા આસપાસ પોતાના ઘરે વધારેતબીયત બગડતા લોહીની ઉલ્ટી થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરએ તપાસી મરણ ગયેલા નું જાહેર કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અસ્મીતાબેન હમીરભાઈ દેવાણંદભાઈ સોલંકી, ઉ.વ.૩પ, રે. ગોકુલનગર, પાણખાણ શેરી નં. પ, યાદવપાન વાળી શેરી, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૩–૧–ર૦રરના ગોકુલનગર પાણખાણ શેરી નં. પમાં આરોપી સાગર માંગલીયા, રે. જામનગર એ ફરીયાદી અસ્મીતાબેનના દિકરા સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતે ફરીયાદી અસ્મિતાબેન ના ઘર પાસે માફી માગવા આવી ફરીયાદી અસ્મિતાબેનના દિકરા રોનક સાથે બોલાચાલી ઝપાઝપી કરી ભુંડી ગાળો બોલતા જે અંગે ફરીયાદી અસ્મિતાબેન એ આરોપી સાગરને સમજાવતા આરોપી સાગર ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ નો એક ઘા ફરીયાદી અસ્મિતાબેનના માથાના ભાગે મારી ઈજા કરી ફરયાદી અસ્મિતાબેનને જોઈ લઈશ મારી નાખીશ ની ધમકી આપી નાશી જઈ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ચલણી સિકકા વડે જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧–ર૦રરના હનુમાન ટેકરી, મેલડી માં ના મંદિર સામે ચોક જામનગરમાં આ કામના આરોપીઓ કમલેશભાઈ ચીમનભાઈ જાદવ, ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા, નવીનભાઈ લાલજીભાઈ રાઠોડ, સુનીલભાઈ હીરાભાઈ ભાંભી, સંજયભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ, નાનજીભાઈ પરબતભાઈ પરમાર, વિશાલ દેવજીભાઈ આઠુ, દિનેશભાઈ ધનજીભાઈ આઠુ, રે. જામનગરવાળા જાહેરમાં સિકકો ઉછાળી કાટ છાપનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન જુદા જુદા દરની ચલણી નોટો મળી રોકડ રૂ.૧૦પ૮ર/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કોપર વાયરની ચોરી

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, ઉ.વ.રપ, રે. નરમાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧ર–ર૧ના લલોઈ ગામ વીન્ડ વર્લ્ડ ઈન્ડીયા કંપની લીમીટેડના લોકેશન નં.–પ૪૧ પર તા.રપ–૧ર–ર૦ર૧ના સાંજના પાંચેક વાગ્યા પહેલા કોઈપણ સમયે આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમે લોકેશન પર આવી લોકેશનના દરવાજાનો લોક કોઈપણ ઓજાર વડે તોડી નાખી કિંમત રૂ.પ૦૦/ની નુકશાની કરી તથા ટ્રાન્સફોર્મરથી લોકેશન અંદર આવેલ મશીન સુધી લાગેલ કોપરનો આશરે ૧૦ ફુટ જેટલો અથશ્નગ વાયર કિંમત રૂ.૧પ૦૦/ નો કોઈ ઓજાર વડે કાપી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:27 pm IST)