Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જૂનાગઢના પૂર્વ મેયર સ્વ. લાખાભાઇ પરમાર પર અગાઉ થયેલ ઘાતકી હૂમલાની તથા ભરૂચ જિલ્લાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ભાજપના નેજા હેઠળ લાવવા તેના સ્થાપક અને અગ્રણી સામે તટસ્થ તપાસ કરવા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તથા કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રુબરુ મુલાકાત

રાજકોટ:::જૂનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયર સ્વ. લાખાભાઇ પરમાર પર અગાઉ થયેલ ઘાતકી હૂમલાની તટસ્થ તપાસ થવા બાબત તથા ભરૂચ જિલ્લાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ભાજપના નેજા હેઠળ લાવવા માટે તેના સ્થાપક અને અગ્રણી સામે યેનકેન પ્રકારે નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરી હોઈ તેની પણ તટસ્થ તપાસ થવા બાબત રજુઆત કરવા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તથા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રુબરુ મુલાકાત કરી હતી.

(5:10 pm IST)