Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોરબીના ચકીયા હનુમાનજી નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

અન્ય બે ઇસમોના નામો ખુલતા પોલીસ દ્વારા શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : ચકીયા હનુમાન મંદિર નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને એલસીબી ટીમે દબોચી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચકીયા હનુમાનજી મંદિર પાસે પ્રાચી સિલેકશન નામની દુકાનમાં આરોપી સંજય જગદીશ ચૌહાણ રહે યમુનાનગર શેરી નં ૦૧ અને યતીન નવીનચંદ્ર દેસાઈ રહે. મોરબી સમર્પણ એપાર્ટમેન્ટ શનાળા રોડ વાળા દુબઈમાં ચાલતી ટી ૧૦ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર આઈડી મેળવી ક્રિકેટ સટ્ટો રમતા હોય બંને ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, મોબાઈલ સહીત ૧૫,૮૫૦ નો મુદમાલ જપ્ત કર્યો છે તો આરોપી અમિત રાજુભાઈ મુંધવા રહે ગઢની રાંગ ધ્રાંગધ્રા અને નવનીત મદનલાલ દેવમુરારી રહે રાજકોટ વાળાના નામો ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે બે ઈસમો જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રમજાન મહેબુબ બેલીમ (ઉ.વ.૨૨) રહે ભવાની ચોક સબ જેલ પાછળ મોરબી અને જાવેદ વલીમાંમદ ફકીર (ઉ.વ.૩૫) રહે વિસીપરા કુલીનગર ૧ વાળાને દબોચી લઈને રોકડ રકમ રૂ ૩૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચી માંડલ નજીક પવનચક્કીની ઇલેકટ્રીક મોટરની ચોરી

મોરબીના નીચી માંડલ ગામે રહેતા અને પવનચક્કીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દિલીપભાઈ દેવાભાઈ ગોહિલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યો ઇસમ પવનચક્કીમાંથી રૂ ૨૦ હજારની ઇલેકિટ્રક મોટરની ચોરી કરી તેમજ ઇલેકિટ્રક મોટરમાં નુકશાન કરી ગયાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(10:28 am IST)