Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જૂનાગઢ જિલ્લામાં સીઝનનો ૨૨%થી વધુ વરસાદ : સૌથી વધુ ૪૦% માણાવદરમાં

કેશોદમાં ૧૨.૩૨ ટકા વરસાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : આ વર્ષે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્‍તારોમાં વહેલુ ચોમાસુ શરૂ થઇ ગયું છે અને માંગ્‍યા મેહ વરસી રહ્યા છે. ત્‍યારે જૂનાગઢ જિલ્લામાં સીઝનનો વરસાદ ૨૨ ટકાથી વધુ થયો છે. આજે સવારના આઠ વાગ્‍યાની સ્‍થિતીએ જિલ્લામાં સૌથી વધુ ૪૦ ટકા વરસાદ માણાવદરમાં અને સૌથી ઓછો ૧૨.૩૨ ટકા વરસાદ કેશોદમાં નોંધાયો છે.

જૂનાગઢ સીટી અને તાલુકામાં સીઝનનો વરસાદ ૨૪.૧૫ ટકા મેઘ મહે થઇ છે.

ભેંસાણ તાલુકામાં ૧૩.૬૩ ટકા, મેંદરડા-૧૯.૪૪, માંગરોળ-૨૧.૮૮, માળીયાહાટીના -૧૭.૬૩ ટકા, વથંલી-૨૨.૨૦ અને વિસાવદર તાલુકામાં ૨૪.૧૯ ટકા વરસાદ નોંધાયો છે.

આજે પણ સવારથી જૂનાગઢ શહેર-જિલ્લામાં છૂટો છવાયો વરસાદ છે. માળીયા હાટીના વિસ્‍તારમાં સવારના ૬ થી ૮ માં બે કલાકમાં ૭ મીમી વરસાદ થયો છે. 

(11:50 am IST)