Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જામનગરમાં મસાલાના બાકી પૈસાની ઉઘરાણી કરતા પાનની દુકાને બઘડાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: પંચ એ પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ મુળજીભાઈ વિજુંડા, ઉ.વ.૩૯, રે. હડમતીયા ગામ, શંકરના મંદિરની બાજુમાં વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૦ર૧ના મતવા ગામ બસ સ્ટેશન હડમતીયા ગામ જતા રસ્તે ફરીયાદી વિનોદભાઈની સોનલકૃપા પાન સેન્ટર નામની દુકાને ફરીયાદી વિનોદભાઈના દિકરા ગૌતમભાઈ બેઠેલ હોય જેની પાસે આરોપી હિતેષ, કેશુભાઈ વાાળ એ મસાલો લઈ પૈસા નહીં આપતા ગૌતમએ ફરીયાદી વિનોદભાઈને બોલાવતા ફરીયાદી વિનોદભાઈએ આવી આરોપી હિતેષ તથા કેશુભાઈ વાળા પાસે અગાઉના બાકી પૈસા માંગતા આરોપી હિતેષભાઈ, કેશુભાઈવાળા ઉશ્કેરાઈ જઈ તેને જેમ ફાવે તેમ ભુંડીગાળો બોલી તેમજ તેના ભાઈઓ સાગર અને રાહુલ તથા તેના બાપુજી કેશુભાઈને ફોન કરી બોલાવી લાઠી વડે મારામારી કરી ફરીયાદી વિનોદભાઈને બંન્ને હાથમાં મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ ગૌતમને ડાબા હાથની ટચલી આંગળીમાં ફેકચર જેવી ઈજા કરી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી વિનોદભાઈની દુકાનમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અલીયા ગામે  બે જગ્યાએ જુગાર રમતા દસ ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૦ર૧ના અલીયા ગામ  સીતારામનગર, જેન્તીભાઈ ગોવાભાઈના ઘરની સામે આવેલ બાવળની ઝાડીમાં આ કામના આરોપીઓ ગોપાલભાઈ કિશોરભાઈ સોલંકી, કિરીટભાઈ  જેન્તીભાઈ રાઠોડ, જેન્તીભાઈ ગોવાભાઈ રાઠોડ, મુસ્તાકભાઈ મામદભાઈ સપડીયા, કાનાભાઈ ખીમાભાઈ કાસુન્દ્રા રે. અલીયા ગામવાળા પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૧૧૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હાર્દિકપરી નારણપરી ગોસાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૦ર૧ના અલીયા ગામ  સીતારામનગર, જેન્તીભાઈ ગોવાભાઈના ઘરની સામે આવેલ બાવળની ઝાડીમાં આ કામના આરોપીઓ ઉમેશભાઈ ધીરૂભાઈ સોલંકી, પ્રવિણભાઈ જમનભાઈ ડાભી, માનસંગભાઈ ગોવાભાઈ રાઠોડ, રમેશભાઈ ગોવાભાઈ રાઠોડ, જેન્તીભાઈ સીદીભાઈ રાઠોડ રે. અલીયા ગામવાળા પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૩૯૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલકેશ્વરીનગરીમાં વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૦ર૧ના વાલકેશ્વરીનગરી, તકવાણીના દવાખાના પાસે, જામનગરમાં આ કામના આરોપી આરીફ ઉર્ફે ફારૂક કાદરભાઈ ઘુઘા, આકાશ ચંદુભાઈ ધોકાઈ રે. જામનગરવાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂપિયા ૩૮૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સૈફીના ઢાળીયા પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૧ના સૈફીના ઢાળીયા પાસે, બારના પટમાં જાહેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જામનગરમાં આ કામના આરોપીઓ ઈમરાનભાઈ હારૂનભાઈ ઉમરાની, હુશેન ઉર્ફે હુશો સતારભાઈ જુસાણી, અફઝલભાઈ અબ્દુલભાઈ ગોરી, મોસીનભાઈ સીદીકભાઈ મનોરીયા, હુશેનભાઈ ઉર્ફે મહમદ ઈબ્રાહીમભાઈ ધ્રોલીયા રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમયાન રોકડા રૂ.ર૭,ર૭૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કારમાં દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા : એક ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. બી.એસ.વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૧ના કાલાવડ નાકા બહાર, મટન માર્કેટ રંગમતી પુલ પાસે, જામનગરમાં આ કામના આરોપી બંટીભાઈ જેન્તીભાઈ ગોવિંદભાઈ પારીયા, વિજયભાઈ નારણભાઈ જસાભાઈ પરમાર, મનીષભાઈ નરેન્દ્રભાઈ રાજાભાઈ પારીયા રે. જામનગરવાળા પોતાના કબ્જાની વોલ્કસ વેગનકાર જેના રજી.નં. જી.જે.–૧૦– એ.પી.–૭૧૪૪, કિંમત રૂ.૧,પ૦,૦૦૦/– માં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની ગેરકાયદેસર રીતે મેળવી પોતાના કબ્જાની કારમાં રાખી કુલ કિંમત રૂ.૧,પ૦,પ૦૦/– નો મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી કિશોરભાઈ કનુભાઈ બગડા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંગચિરોડા ગામે વાડીમાંથી દારૂની બોટલ સાથે બે ઝડપાયા : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૮–ર૦ર૧ના સંગચિરોડા ગામની વાડી વિસ્તારમાં આ કામના આરોપીઓ વિજયભાઈ કારાભાઈ કટારા, સાગરભાઈ ચિનાભાઈ કટારા, રે. સંગચિરોડા ગામવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના ભોગવટાની વાડીમાં ભારતીય બનાવટનો પીવાનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–૧૧, કુલ કિંમત રૂ.પ,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.તથા અન્ય આરોપી નિશિતભાઈ ઉર્ફે ભલો રાજુભાઈ કટારા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૮–ર૦ર૧ના જામજોધપુર ગામે તીરૂપતિ સોસાયટી, સંસ્કાર સ્કુલ પાસે, ચીત્રકુટ બગીચા સામેની ગલીમાં આવેલ ભારતીબેન પ્રફુલભાઈ માકડીયા પોતાના રહેણાક મકાન ખાતે આરોપીઓ ભારતીબેન પ્રફુલભાઈ અરજણભાઈ માકડીયા એ પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી અન્ય આરોપીઓ  નીર્મળાબેન અરવીંદભાઈ રવજીભાઈ સાપરીયા, જીગ્નાસાબેન સુભાષભાઈ વીરજીભાઈ વીરમગામા, વર્ષાબેન બીપીનભાઈ હરીદાસભાઈ નેનુજી, પ્રજ્ઞાબેન મનોજભાઈ ગોરધનભાઈ રાયચુરા, ગીતાબેન હિરેનભાઈ જગજીવનભાઈ સુબા, ઈનાબેન વિજયભાઈ જીવરાજભાઈ સીણોજીયા, હિનાબેન સુનીલભાઈ હરીભાઈ જાગાણી, નિશાબેન મીતુલભાઈ કાન્તીભાઈ કાલરીયા, રે. જામજોધપુર ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમયાન રોકડા રૂ.૧૩,૬૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જોડીયા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જગદીશભાઈ હીરામણભાઈ જોગરાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૮–ર૦ર૧ના મારફતીયાપરા નોનોવાસ સહકારી મંડળી પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપી રફીકભાઈ ઈસાકભાઈ જામ, વલીભાઈ ઈશાકભાઈ જામ, ફરીદભાઈ સીદીકભાઈ નાઘીયા, કરીમભાઈ હાસમભાઈ સાંમતાણી, રે. જોડીયા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમયાન રોકડા રૂ.૩ર૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટા ખડબા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા : ત્રણ ફરાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૮–ર૦ર૧ના મોટા ખડબા ગામમાં આવેલ પ્રાથમીક શાળા સામે આવેલ સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ સુરપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ નાથુભા જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, મુળુભા બાલુભા જાડેજા, ખુમાનસિંહ જટુભા જાડેજા,  રે. મોટા ખડબા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમયાન રોકડા રૂ.૩રર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ હરપાલસિંહ મહીપતસિંહ જાડેજા, નીકુળસિંહ ભીમભા જાડેજા, હરદીપસિંહ ગુલાબસિંહ જાડેજા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 pm IST)