Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વંથલી પાસેની ઓઝત નદીના પાણીમાં અજાણ્યા શખ્સોનું ફાયરીંગ લીઝ બંધ કરાવી દે તેમ કહી હથિયારમાંથી બે ફાયર કર્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : વંથલી નજીકની ઓઝત નદીના પાણીમાં ફાયરીંગની ઘટના સર્જાઇ હતી. જેમાં એક અજાણ્યા શખ્સો નદીના પાણીમાં હથિયારમાંથી બે ફાયર કરીને નાસી ગયો હતો.

આ બનાવ અંગે વથંલી તાલુકાના ધણફુલીયા ગામના નાનાભાઇ સામદભાઇ કરમટા (ઉવ.૬૦) નામના વૃધ્ધ ગઇ કાલે મોડી સાંજે વંથલી પોલીસમાં એક અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફાયરીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં વૃધ્ધે જણાવેલ કે, તેઓ ગઇ કાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં ધણફુલીયા ઓઝત નદીના ઘાટ પર ભેંસો ચરાવતા હતા.

ત્યારે અજાણ્યા ઇસમોએ ઓઝત નદીના પાણીમાં હથિયાર વડે બે ફાયરીંગ કર્યા હતા અને આ ઇસમોએ નાનાભાઇ કરમટા પાસે આવી લીઝ બંધ કરાવી દે તેમ કહી આ લાઇસન્સ વાળુ હથિયાર છે તેમ જણાવીને તેમની સાથે હથિયાર તાકી ગાળો આપી હતી.

આ અંગેની જાણ થતા વંથલીના પીએસઆઇ એસ.એન.ક્ષત્રિય સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. વૃધ્ધની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(1:06 pm IST)