Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજકોટ જિલ્લાના ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ પણ કરાશે

 રાજકોટ, તા. ૪, ઓગષ્ટ – રાજકોટ જિલ્લાના ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે. જેમાં ધોરાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, કોઠારિયા ખાતે ગામે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમો યોજાશે.

 

આ તકે મહાનુભાવોના હસ્તે  ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વિતરણ કરાશે.  ગાય નિભાવ યોજનાના, તારની વાડ યોજનાના, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજનાના અને પાંચ એફપીઓને મંજૂરીપત્રો/હુકમોનું વિતરણ કરાશે. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે કિસાન પરિવહન યોજનાના દસ વાહનોનું ફલેગઓફ પણ કરાશે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ પણ કરાશે.

 

(8:10 pm IST)