Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

દ્વારકામાં વીરબાઇ નવરાત્રી મહોત્સવમાં જૂનાગઢ અંધકન્યા છાત્રાલયની બહેનો દ્વારા ગરબા પ્રસ્તુતી

જૂનાગઢ : દ્વારકામાં વીરબાઈ મા નવરાત્રી મહોત્સવ પ્રસંગે જૂનાગઢની અંધકન્યા છાત્રાલયની બહેનો તથા  લોહાણા  મહિલાઓ દ્વારા રાસ રમી માતાજીની ભકિત કરી હતી તેમજ દ્વારકાના પી. આઇ. રમાબેન સોલંકી દ્વારા પણ દ્રારકાધીશના મંદિરમા દર્શન કરાવેલ હતા. આ અંધ દીકરીઓએ અંતર ચક્ષુથી દર્શન કર્યા હતા તેમજ બેટ દ્વારકાના મંદિરના પૂજારી અશ્વીનભાઈ પાંઢ દ્વારા અંધ દીકરીઓને  ૫૧૦૦/- દાન આપેલ હતું. આ સેવા યજ્ઞમાં દ્વારકાના અતુલભાઈ ગાંધી, વામતભાઈ ગોકણી, વલભભાઈ મોદી, ધવલભાઈ દાવડાએ ખૂબ જ સેવાઓ આપેલ હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડીયા, દેવીદાસભાઈ નેણસાલી, સંતોષબેન મુદ્રા, વિગેરેએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:48 am IST)