Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આટકોટ અંબાજી મંદિરે ચંડીયજ્ઞ

આટકોટઃ અંબાજી મંદિર ન ચંડી યજ્ઞનું આયોજન ભુદેવો દ્વારા કરવામાં આવ્‍યું હતું દર વર્ષ આઠમા નોરતે યજ્ઞ કરવામાં આવે છે માતાજી મંદિર ભક્‍તો પહોચી દર્શન લ્‍હાવો લીધો હતો અને યજ્ઞનાં દર્શન કર્યા હતા અંબાજી માતાજી ની સ્‍થાપના લાખા ફુલાણી કરી છે જે ગીરનાર ટોચ પર બીરાજમાન અંબાજી માતાજી અહીં આટકોટ માં પધારેલા છે આટકોટ આજુબાજુના ભક્‍તો ઉમટી પડે છે રાત્રે ભવ્‍ય નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે પુજારી ત્રમ્‍બકભાઈ પંચોલી દ્વારા માતાજી નો આજે અનોખો સણગાર કરવામાં આવ્‍યો હતો તેમજ અંબાજી મંદિર નાં મનસુખભાઈ હીરપરા તેમની ટીમ દ્વારા સારી એવી સેવા આપી રહ્યા છે. ભુદેવો મંત્રોચ્‍ચાર સાથે બીડું હોમવામાં આવ્‍યું અને યજ્ઞ પુર્ણાહુતી કરાઇ હતી.(તસવીરોઃ કરશન બામટાઃ આટકોટ)

(11:54 am IST)