Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

માળીયાના મોટાભેલા માધ્યમિક શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની શિબિર યોજાઈ.

 માળીયા તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા માળીયા (મીં ) તાલુકાના મોટાભેલા માધ્યમિક શાળા માં પોક્સો એક્ટ ના અંતર્ગત કાનૂની શિબિર યોજવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને આ પોક્સો એક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, રાજ્યમાં 202-2021 માં 18 વર્ષ થી નાના બાળકો પર આચરાયેલા ક્રાઇમ રેટમાં 40 થી 50 ટકા ક્રાઇમ પોક્સો એક્ટ અંતર્ગત આચરવામાં આવ્યા છે જે ખરેખર ગંભીર બાબત ગણી શકાય. આ ગુનાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે આ ગુનાઓને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે 18 વર્ષ થી નાના બાળકો કિશોર, કિશોરીઓને પોક્સો એક્ટ વિષય પર જાગૃત કરવા, સમાજમાં બાળકોનું જાતીય સોસણ અટકે તેવા પોક્સો એક્ટ અંતર્ગતના અનેક મુદ્દાઓ તથા પોક્સો એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને 3 વર્ષ થી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ વગેરે બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં માળીયા (મીં.) કોર્ટ તરફ થી અલ્પેશભાઈ તથા PLV અબ્બાસભાઈ અને જસુબેન જોડાયા હતા.

(9:29 pm IST)