Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રોજગાર ભલે બંધ છે પણ સેવા સદૈવ ચાલુ

મોટી પાનેલી દીપાવલીની ખુશહાલીઃ ગરીબ બાળકોને બ્રાન્ડેડ કપડાનું વિતરણ

મોટી પાનેલી,તા. ૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સેવાભાવી યુવાનો દ્વારા વર્ષોથી ચાલતી સેવાકીય પ્રવૃત્ત્િ। લોકડાઉનમાં પણ અવિરત ચાલુ રાખતા દીપાવલિ પર્વ નિમિતે ગરીબ મજુર પરિવારના બાળકોને બ્રાન્ડ ન્યુ બ્રાન્ડેડ કપડાંનું વિતરણ કરી દિવાળીની ખુશહાલી મનાવી હતી વર્ષોવર્ષ આ યુવાનો હિન્દૂ મુસ્લિમના દરેક તહેવાર નિમિતે દૂર દૂર સુધી વાળી વિસ્તારમાં જઈને ગરીબ પરિવારો વચ્ચે પહોંચી પરિવારનેં કપડાં, મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ, ફટાકડા વગેરે વસ્તુઓનું વિતરણ કરી પોતાની સેવા ભગવદ નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરે છે અને બાળકોને રાજી થતા જોઈને પોતાની જાતને આ સેવામાં ભાગીદાર બનાવા બદલ ઈશ્વર પ્રત્યે આભાર પ્રગટ કરે છે ગરીબ મજુર પરિવાર ના વડીલો પણ રાજી થઈને આ યુવાનોને અંતરના આશીર્વાદ પાઠવે છે આ સેવાકીય કાર્યમાં આસિફ મેર, વિજય પરમાર, હર્ષ માખેચા વગેરે યુવાનો જોડાયા હતા, રોજગાર ભલે બંધ છે પરંતુ સેવા અવિરત ચાલુ છે તેવા સવાલના જવાબમાં આ યુવાનોએ કીધું કે, માતાજી ના આશીર્વાદથી બધું શકય છે આપણે કોણ???

(10:08 am IST)