Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

‘જબ તક દવાઇ નહી તબ તક ઢીલાઇ નહી' જન આંદોલનઃ ભાવનગરમાં વિવેકાનંદ કોલેજ દ્વારા કોરોના રોકોના જન જાગૃતિ રેલી

 કોરોના સામેનો જંગ જીતવા માટે ‘જન આંદોલન ફોર કોવીડ-૧૯' અંતર્ગત સ્‍વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્‍પિટલના સૌજન્‍ય દ્વારા સિદસર ગામમાં ઇન્‍ટર્ન તબીબો દ્વારા એક જન જાગૃતિ કેળવાય અને આ મહામારી સામે અને રાષ્‍ટ્ર માટે આ મહામારી સામે અને રાષ્‍ટ્ર માટે આ મહામારી ને રોકવાના સરકારશ્રીના ઉપાયોનું પાલન કરવાના શપથ લેવામાં આવેલ. આ સ્‍ટ્રીટ પ્‍લે તથા જનજાગૃતિ રેલી દ્વારા આ કોરોના જેવી મહામારીને કેવી રીતે રોકી શકાય તથા સાવધાની માટે માસ્‍કના યોગ્‍ય ઉપયોગ, સામાજીક અંતર તથા વારંવાર હાથ ધોવા અંગેની સાચી સમજ અને આવા રોગની યોગ્‍ય સારવાર અને રોગ વિશેની ભ્રામક વાતોની સરળ અને સાદી ભાષામાં સમજ બેનર અને પ્‍લે કાર્ડના માધ્‍યમથી આપવામાં આવી હતી. આ જનજાગૃતિ રેલીને આ વિસ્‍તારના નગર સેવકો પરેશભાઇ પંડયા તથા ધીરૂભાઇ ધામેલીયાએ પ્રસ્‍થાન કરાવી હતી. અને સમગ્ર સિદસર ગામમાં આ જનજાગૃતિ રેલી એ ફરી ‘જબ તક દવાઇ નહી તબ તક ઢીલાઇ નહી' ના વડાપ્રધાનશ્રીના સંદેશના વાહક બની લોકોમાં જાગૃતિ કેળવવાનો પ્રયત્‍ન કરી રોગ પ્રતિકારક શકિત વધારતી અને આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ મુજબની હોમિયોપેથી દવાના ડોઝનું ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવેલ હતું.

(10:33 am IST)