Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપઃ બીયારણ લેવા નીકળેલા ગાગજીભાઇ પટેલનું મોત

રાપરના ગાગોદરના ખેડૂતે રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: કચ્છના રાપર તાબેના ગાગોદરમાં રહેતાં અને ખેતી કરતાં ગાગજીભાઇ માનાભાઇ કાલોતરા (પટેલ) (ઉવ.૫૫) બે દિવસ પહેલા સામખીયાળી-પાલનપુર હાઇવે પર મોવાસાના પાટીયા નજીક બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ગાય આડી ઉતરતાં સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

ગાગજીભાઇ ઘરેથી બાઇક લઇ બિયારણ લેવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં બનાવ બન્યો હતો. તેમને સ્ટર્લિંગમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી કચ્છ પોલીસને મોકલ્યા હતાં.

(11:22 am IST)