Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કેન્દ્રની જેમ રાજય સરકારનાં કર્મચારીઓ-પેન્શનરોને લાભ આપવા જામકંડોરણા તાલુકા નિવૃત કર્મચારી મંડળની માંગ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૪: જામકંડોરણા તાલુકા પેન્શનર સમાજ વતી પેન્શનર સમાજના મંત્રી મુકતીભાઇ કોઠારીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ પેન્શનરો માટે એલટીસી ફેસ્ટીવલ બોનસ વગેરે રોકડ રકમની જાહેરાતો કરી દરેકને ખુશખુશાલ કરેલ છે જે પ્રશંશાને પાત્ર છે.

જેથી ગુજરાત રાજયના કર્મચારીઓ પેન્શનરો પણ આપની પાસે દિવાળીની આવી ભેટની અપેક્ષા રાખે છે. અત્યારે કોરોના મહામારીને કારણે સરકારશ્રી કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઇ રહેલ છે. જે ધ્યાનમાં છે. પરંતુ આજ સ્થિતિમાંથી કર્મચારીઓ પેન્શનરો પણ પસાર થઇ રહયા છે.

જેથી વિશેષ કાંઇ ન થઇ શકે તો પણ જુલાઇ ર૦૧૯ થી જે ચાર ટકાના દરે મોંઘવારી વધારાના છ હપ્તા ચડત થયેલ છે તે સત્વરે જાહેર કરી કર્મચારીઓ પેન્શનરોને ખુશ કરવાની અપેક્ષા સાથે માંગ કરેલ છે.

(11:29 am IST)