Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ખંભાળીયા પાસે બે કાર અકસ્માત : ચારને ઇજા

છત્તીસગઢથી દ્વારકા જતો પરિવાર ઇજાગ્રસ્ત

ખંભાળીયા, તા. ૪ : છત્તીસગઢ રાજયનો એક પરિવાર દ્વારકા દર્શન માટે જતો હતો ત્યારે ખંભાળીયા દ્વારકા રોડ પર હસ્થળ ગામના પાટીયા પાસે સામેથી દ્વારકાની જામનગર તરફ જતી કાર સાથે એકસીડન્ટ થતા તેમાં બેઠેલા ચાર વ્યકિતઓને ઇજાઓ થઇ હતી.

છત્તીસગઢના યાત્રાળુઓ વીનીતાબેન ઉ.ર૮, સંજુબેન ઉ.૩૦ તથા ડો. અમીતભાઇ નામના ત્રણને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં જયારે સામેની કારમાં રહેલા એક વ્યકિતને સામાન્ય ઇજા થઇ હતી.

બનાવની જાણ ૧૦૮ને થતાં તુરંત જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી તથા ઇજાગ્રસ્તોને તુરત હોસ્પિટલમાં પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

(1:03 pm IST)