Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જસદણના પૂર્વ ધારાસભ્ય-ગુજરાત સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરત બોઘરાને કોરોના

સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવી લેવા અપીલ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૪: જસદણ વિંછીયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ ગુજરાત સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાને કોરોના પોઝીટીવ આવતા તેમના હજ્જારો મિત્રો, શુભેચ્છકો, ચાહકોમાં ચિંતાની લાગણી જન્મી છે.

આ બાબતની જાણ ખુદ ડો. ભરતભાઇ બોઘરાએ સોશ્યલ મીડિયામાં તેમણે કરી હતી. જેમાં જણાવ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા આજે સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ. હાલ હું હોમ કોરોન્ટાઇન થયેલ છું. મારી તબિયત સંપૂર્ણ રીતે સારી છે છેલ્લા અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલ લોકોને સ્વેચ્છાએ ટેસ્ટ કરી લેવા પણ ડો. ભરતભાઇએ અપીલ કરી છે.

ડો. ભરતભાઇને કોરોના પોઝીટીવ આવતા હાલ જનમાનસમાં તેઓના સ્વાસ્થ્ય બાબતે દુઆ પ્રાર્થના થઇ રહી છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવતા ભરતભાઇ બોઘરાએ ર૦૦૯માં જસદણના ઇતિહાસમાં ભાજપને પ્રથમવાર ધારાસભ્યની સીટ આપી હતી અને કરોડો અબજો રૂપિયાના વિકાસના કામો કરાવ્યા હતાં.

(1:36 pm IST)