Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

માળીયા મીયાણાના નવા અંજીયાસરમાં યુવાનનો ગળાફાંસોખાઇને આપઘાત

બપોરે ઘેર એકલો હતો ત્‍યારે પોતાની જીન્‍દગી ટુંકાવી લીધી

માળીયા મીયાણાઃ માળીયા (મી)ના નવા અંજિયાસરમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું    માળીયા મીથાણા તાલુકાના નવા અંજિયાસર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો  જેથી તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસની  જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે   

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાક અબ્દુલભાઈ મોવર જાતે  મિયાણા (ઉંમર ર૫)એ ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પોતાના ઘરની અંદર ગળાફાંસો  ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને તેનો  ભાઈ અલીશા અબ્દુલભાઈ મોવર રહે. નવા અજીયાસર વાળો માળિયા સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યાં  ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ  કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી .

(1:26 pm IST)