Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પોરબંદર : ચુંટણીની તૈયારીઓ કરતા રાજકીય નેતાઓ સામાન્ય જનતાના આરોગ્ય મોંઘવારી સહિતના પ્રશ્નો અંગે વિચારશે?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.પ : ઇસુના ઇશવીસન ૨૦૨૦ની વિદાયની ઉજવણી કરવામાં આવી અને ઇસુના ૨૦૨૧ના નૂતન વર્ષને ઉષ્માભેર આવકારવા યુવા વર્ગ અને પ્રૌઢ ઉત્સાહ થનગનાટ બતાવ્યો તેની સહર્ષ નોંધ સાથે ખ્રિસ્તી સામાજીક સંસ્કૃતિને આવકારવા છેલ્લા બે દશકાથી ચિત્ર ખડુ થયુ છે. તેની નોંધ લઇ આગળ વધીએ. આપણે આપણી મુર્ખતાય બતાવી પ્રાચીન, ધાર્મિક, સામાજિક સંસ્કૃતિને આંચકા સાથે ભુલી રહ્યા. વિશ્વના દેશો ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાય રહ્યા છે. આપણી સંસ્કૃતિ નૂતન વર્ષની ઉજવણી આદ્યાત્મિક સંસ્કૃતિ સાથે સામાજીક આરોગ્ય દર્શન કરવા છે. ભારતીય સંસ્કૃતિમાં મર્યાદા સમાયેલી છે. સામાજીક, વહીવટી તેમજ રાજકીય સાથે ધાર્મિક મર્યાદા સમાયેલી છે.

વર્તમાન સ્થિતિએ વર્ષ ૨૦૨૦ની સાલનું સરવૈયુ કાઢતા માત્ર સ્થાનિક કક્ષાએ પોરબંદર શહેર જીલ્લામાં અસર જોવા જાણવા અનુભવવા મળેલ છે. જે આંચકો આવનાર છે. જો પોરબંદર શહેર જીલ્લામાં આ વસ્તુ પ્રત્યક્ષ જોવાતી જણાતી જો ઉચ્ચકક્ષાનું નહી બનતુ નથી. ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધેલ છે. તેની ભીંસ વધતી જાય છે. રોકી શકાય તેમ નથી. બંધારણની અસર નાશપામી રહી છે. ખંડીત થતુ જાય છે. સરકાર માત્ર વાતો કરે છે. અટકાવી શકાય તેમ નથી. માફીયા લોકોને તુચ્છ સ્વાર્થે માટે તારણહાર બની સ્વાર્થી રાજનિતીનો પ્રવેશ કરાવી વિકાસ નામે પ્રમાણીકતાના નામે છેતરે છે.

સરકાર દશ વર્ષથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાની પગલા લેવાની કાયદો સખત બનાવવા અસરકારક પગલા લેવા ચમરબંધીને છોડાશે નહી તેવી બિનજરૂરી વાતો આગળ રાખી કુટીલ રાજનિતી ખેલી રહ્યા છે. ભ્રષ્ટાચારનું સામ્રાજય દિન પ્રતિદિન આગળ વધી રહ્યુ. કુટીલ રાજનિતી દરરોજ નવા નવા પરિપત્રો આદેશો બહાર પાડી બંધારણની એક ડાળખી કાપી રહ્યા છે. લક્ષ્મણ રેખાના અંશો ઘટતા જાય છે. બંધારણની કલમો પાને ડાળખીઓ રક્ષણ કરનાર અમલ કરાવનાર મોટાભાગના ડાળખીઓ કાપી રહ્યા છે.

માફીયા રાજકારણીઓને ઉતેજન આપી રહ્યા છે. નજીવા સ્વાર્થ ખાતર, સ્થાનિક સરકારી કચેરીઓમાં જો મોખરાનો વિચાર કરીએ. ઉંડાણથી તપાસ કરશો તો  વતી શાસન ચલાવવામાં જીલ્લા વાર પ્રતિનિધીઓ મુકાયેલ છે. તેને કલેકટર નામની ઓળખ આપી છે. તેમની નીચે વહીવટી રેવન્યુ મહેસુલ કચેરીઓ આપેલ છે. પોરબંદરની છેલ્લી સને ૨૦૨૦ની મહેસુલ કચેરીઓની કામગીરી નાગરીકો સમીપની રહી નથી. રાજકારણીઓ માફીયા સમીપ રહી છે. ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. કાયદો નિયમ બંધારણનું શાસન લકવાગ્રસ્ત છે. નાગરીકો વાત સંભળાતી નથી. નજરમાં લેવાતી નથી કે ઇરાદાપુર્વક લેવામાં આવતી નથી તે પ્રશ્ન છે.

આવી રીતે મહેસુલ વિભાગમાં પણ ચર્ચીત છે. ત્યા પણ સ્વચ્છ છે વહીવટ માટે અસંગ્ધતાની ચર્ચા છે. આર્થિક વહીવટ ગરબડ સર્જનાર હોવા ચર્ચા છે. વિકાસના કામો સરકારી રાહતના કામો, કોરોના મહામારી વાયરસ સામેના ખર્ચા બિલો ચર્ચાની એરણ પર છે. વર્તમાન જીલ્લા કલેકટરની કાર્યપધ્ધતિથી અરજદારોમાં નારાજગી જોવા મળી છે. તટસ્થતાના દર્શન કાર્યપધ્ધતીમાં થતા નથી તેવી ફરીયાદ ઉચ્ચકક્ષાસુધી પહોેચેલ હોવા છતા સરકાર ઉચ્ચકક્ષાએથી એક પણ પગલા લઇ શકે તેમ નથી.એક અનુમાન એવુ છે કે, સરકારવતી ઉચ્ચકક્ષાથી કાર્યવાહી કરનારની કયાંકને કયાંક નબળાઇ છુપાયેલ હોય જેથી કોઇ કરી શકે નહિ. દબાણ વધે પગલા મજબૂર પડે તો જેમને જવાબદારી સોપેલ તેવાને પણ ભણાવી દીધેલ હોય, જેથી સરવાળે મોટે ભાગે.. જેથી મહેસુલ વિભાગ અવઢવ ભરેલ ચર્ચીત રહે ઓનલાઇન કામગીરી વહીવટી શરૂ થયા પછી અનેક મુશ્કેલીઓ વધી છે. વહીવટી ગુંચ ઉચેકલાને બદલે વધતી જાય છે. મોટાભાગના નાગરીકોની ફરીયાદ રહી છે તેનો ઉકેલ નથી.

પોરબંદરની મહેસુલી કચેરીમાં અણીશુધ્ધતા ભરેલો વહીવટ નથી. ખુદ કલેકટર પણ કાયદાનો નિયમ ભંગ કરેલ છે. તેવી માહિતી આરટીઆઇમાં આપી છે. કબુલત છે. ઉદાહરણ રીવરફ્રન્ટ અનઅધિકૃત આકાર થયેલ છે. રીવરફ્રન્ટ પ્રવેશવાનો ફી ઉઘરાવવાનો કોન્ટ્રાકટ નિયમ અનુસાર અપાયેલ નથી. જાણકાર કહે છે સક્ષમ ઓથોરીટીની મંજુરી પણ લીધેલ નથી. વિકાસના કામોનો અનેક ફરીયાદો નબળા કામની મળી હોવા છતા બને ત્યા સુધી આંખ આડા કાન કરવામાં આવતા હોવાની ચર્ચા છે.

આવરીતે પોલીસની અતિરેકની કામગીરીથી લોકોમાં નારાજગી વર્તાય છેે. પોલીસ કામગીરી દારૂ જૂગાર પર ધ્યાન આપે છે. વોન્ટેડ ગુન્હેગારો શોધે છે. પાસામાં ધકેલાય છે. પરંતુ ભારે ગુન્હાના વોન્ટેડ આરોપીને શોધવામાં કામગીરીની કસરત ઘણી નબળી છે.સામાન્ય નાગરીક ફરીયાદ કરે તો પણ તટસ્થ ન્યાયની અપેક્ષા નહિવત. અહી રાજકીય વગ ધરાવતી વ્યકિતનો પ્રભાવ રહે છે. તેમની સામે પોલીસ દ્વારા પગલા લેવામાં વિલંબ થાય છે. બને ત્યા સુધી તપાસને અવઢવમાં જ રખાય અને સમય વિતતા ફરીયાદ સમર્થન મળતુ નથી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે. કેટલા કિસ્સા એવા પણ ચર્ચીત સંભળાય છે કે, ફરીયાદ કે ન્યાય માંગનાર કયારેક ગુનેગાર બની જાય છે તેની વ્યાખ્યા જૂદી હોય શકે?

ઇસુ ૨૦૨૧નુ નૂતન વર્ષ તા.૧-૧-૨૦૨૧ શુક્રવારથી શરૂ થયેલ વર્ષ કેવુ નિવડશે ને આવનાર દિવસો કેવા હશે કે આ વર્ષમાં સ્થાનિક સ્વરાજ ચુંટણી યોજાશે. અમુક રાજય વિભા સભાની ચુંટણી પેટા ચુંટણી પણ યોજાય તેવી શકયતા રહેલ છે. રાજસભામાં બે પેટા ચુંટણી યોજાશે. વિકાસના નામની લાપસી રંધાશે. મોંઘવારી વધવાની સંભાવના સામાન્ય વર્ગને કોઇ લાભકારી નથી. ભ્રષ્ટાચારના અજગરનો ભરડો વધે તેવી સંભાવના, બંધારણની ગરિમા ઓળંગાતી જશે. કાયદાની કલમોની ઉપયોગીતા માટે વિચારવુ પડશે. રોગચાળો ઘુમરા મારશે. માનવતા, ફરજ, જવાબદારીનો સુર્ય ડાઘ જણાશે. અજંપો વધતો જશે. બેકારી નાબુદીની વાતો થશે. બેરોજગારી વધશે તે ભય ટાળી શકાય તેવો નથી. સરકાર મોભીઓ માત્ર આશ્વાસન આપશે તેથી પેટ ભરાશે નહી?

(11:21 am IST)