Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસ દ્વારા લાભાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કર્યા.

મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસથી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવેલ
આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ, જેમાં પ્રથમ ક્લાસમાં 21 બહેનો એ સફળતાપૂર્વક સીલાઈ કામનું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ જેના અનુસંધાને આ તમામ બેન લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા
જે પ્રસંગે ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રેણતાં દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડાએ તમામ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

(12:43 pm IST)