Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ત્રાકુડાની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો

સગીરાને ભગાડવામાં મદદગારી કરનારા બે ની ધરપકડ અને આશરો આપનાર બે ને પણ ઝડપી લેવાયા

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૫ :  ત્રાકુડા ગામેથી ૧૪ વર્ષની સગીરાને મૂળ એમપીનો ચારૂસિંગ જતુસિંગ બામણીયા ભીલ ઉંમર વર્ષ ૨૨ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલો હોય જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા cpi કે એન રામાનુજે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

આરોપી ચારૂસિંગની ત્રાકુડા થી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોય સગીરાને મેડીકલ ચેક અપ માટે હોસ્પિટલે ખસેડાઇ હતી જ્યારે સગીરાને ત્રાકુડા થી ભગાડવામાં આરોપીના ફૈબાના દીકરા ત્રિલોક સુખરામ બળવલે અને મોહન દેવલા મેવાડેની પોલીસે મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરી છે.

જ્યારે આરોપીને આશરો આપવા બાબતે તેના બનેવી બાબુ મનોજ ઠાકુર અને આરોપીના કાકા ગણપત હરિરામ બામણીયાને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વિરુદ્ધ પોલીસે ipc કલમ ૩૬૩ ૩૬૬ ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો હતો.

(11:22 am IST)