Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

તળાજામાં વિદ્યાર્થીનીઓએ એસ.ટી બસ પ્રશ્ને રસ્તાપર વાહનો થોભાવી દીધા

 ભાવનગર તા.૫ : સાખડાસર-૧,પસ્વી ગામમોમાંથી તળાજા ખાતે અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીનિઓ રસ્તા પર ઉભી હોય સ્કૂલે આવવા માટે તેમ છતાંય એસ.ટી બસના ડ્રાઈવર અને કંડકટર દ્વારા બસ ઉભી રાખવામાં ન આવતા તે અંગે વિદ્યાર્થીનિઓ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાંય પરિણામ ન મળતા   દીકરીઓ સાખડાસરમાં ગ્રામજનોની મદદ થી રણચંડી બની હતી. હાઇવે પર વાહનો થોભાવી દેતા અનેક વાહનોના પૈડાં થોભી ગયા હતા.

વર્તમાન સરકાર દીકરીઓ અભ્યાસ કરે આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. અનેક યોજનાઓ મૂકી છે.જેમાં એસ.ટી બસ વિદ્યાર્થીનિઓ માટેખાસ મુકવાની યોજના પણ અમલ માં છે. પરંતુ એસ.ટી બસ ના અમુક ડ્રાઈવર કંડકટર એસ.ટી પોતાની પેઢી હોય તેમ વર્તી રહ્યા છે. આવજ કારણોસર આજે સાખડાસર-૧ ગામની સિત્તેર વિદ્યાર્થીનિઓ ગ્રામજનો ના સહકાર થી આંદોલનકારી બની હતી.

ભાવનગર-સોમનાથ હાઇવે પર આજે વિદ્યાર્થીનિઓ સવારે સ્કુલ ના યુનિફોર્મમાં ઉભી હતી તેમ છતાંય એસ.ટી.બસ ચાર ચાર પસાર થવા છતાંય એકેય બસ ઉભી ન રહેતા આંદોલનનો માર્ગ અપનાવી પસાર થતા તમામ વાહનોના પૈડાં થંભાવી દીધા હતા. જેને લઈ પોલીસ કાફલો દોડી ગયો હતો.વિદ્યાર્થીનિઓ   સ્પષ્ટ  જણાવ્યું હતુંકે તળાજા એસ.ટી ડેપોના મેનેજર રૂબરૂ આવે તે પછીજ રસ્તો ખુલ્લો કરવામાં આવશે. વિદ્યાર્થીનિઓ એ આક્રોશ સાથે જણાવ્યું હતુંકે રજુઆત કરવાના સમયે અમો દીકરીઓ ને એક બીજા અધિકારી પાસે રજુઆત કરવા માટે મોકલવામાં આવે છે.

જોકે પોલીસ અને ગ્રામજનોની માધ્યસ્થિતને લઈ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સાખડાસરના ગજુભા સરવૈયા  સહિતના  આગેવાનો, યુવાનો, અને ખુદ પો.ઇ. રાઠવા ડેપો મેનેજરને મળવા દોડી ગયા હતા. ડેપો મેનેજર એ ખાત્રી આપી હતીકે વિદ્યાર્થીનિઓને અગવડતા નહિ પડે, બસ મુકવામાં આવશે, જે ડ્રાઈવરએ બસ ઉભી નથી રાખીતેની સામે પણ કાર્યવાહી થશે.

(11:33 am IST)