Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કોરોના સામે જીતી "મા" ની મમતા: ભુજની કોવીડ હોસ્પિટલમાં બે સંતાનોની માતાએ બ્લોક થયેલા ફેફસાને હંફાવી મોતને આપી મ્હાત

ઘેર પહોંચી બે સંતાનોને બાથમાં લેતાં દીપલબેન કહે છે, માયાળુ તબીબી સ્ટાફની સારવાર થકી મળ્યું નવજીવન

 

ફોટો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :જ્યારે જીંદગી જીવવાની તીવ્ર ઈચ્છા અને સંતાન માટે માતૃત્વના ઝરણાનો સંગમ થાય ત્યારે મોત પણ રસ્તો આપી દે છે આતો કોરોના છે.આવી જ રીતે કોરોના સામે જંગ જીત્યો છે દિપલબેને.ગાંધીધામ પાસેના શિણાય ગામના ૩૮ વર્ષીય દિપલબેન  કમલેશભાઈ કાછડને કોરોના એવો વળગ્યો કે ડી-ડાઈમર પ્રોટીનના અસામાન્ય વધારાને કારણે ફેફસાં ૮૦ %  બ્લોક થઈ ગયા ને ડાયાબિટીસ અને સ્થૂળતા તો પહેલેથી જ હતા. આ સંજોગોમાં કોવીડના દર્દીની બચવાની સંભાવનાઓ ૫ થી ૧૦ ટકા જ હોય છે. આવી હાલતમાં તેઓ ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા.દિપલબેન ૨૫ દિવસ સુધી જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા અને બે સંતાનોના માતા આખરે કોરોનાને મ્હાત આપી શક્યા.
  હોસ્પિટલના તબીબી અહેવાલ અનુસાર દર્દીની હાલત ચિંતાજનક હોવાથી આ કેસ અસામાન્ય બની ગયો હતો. ડી-ડાઈમર પ્રોટીન ૫૦૦ થી ૧૦૦૦ હોવાને બદલે ૧૦૦૦૦ થઈ ગયું હતું. પરંતુ જી. કે. જનરલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ તેમની હિંમત બાંધતા રહ્યાં અને સ્વજનની જેમ તેમની સંભાળ રાખી સારવાર કરતા રહ્યા. આ સંજોગોમાં માતૃત્વએ પણ અશક્ય ને શક્ય કરી બતાવ્યું બાળકો માટેની દીપલબેનની જીજીવિષા અને હકારાત્મક મનોબળ તેમજ તબીબી સ્ટાફની મહેનત સાર્થક નીવડી અને આખરે દિપલબેન મોત સામેનો જંગ જીતી ગયા.  
 ઘરે પરત ફર્યા બાદ પોતાના અનુભવ તેઓ વર્ણવતા કહે છે કે મારા બાળકો જ મારી દુનિયા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરના દરવાજે પહોંચતા જ મારા બાળકોએ બાથ ભરી અને જાણે મારી બધી પીડા ભૂલાઇ ગઇ. જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે મારી ખુબ કાળજી રાખી  છે. તેમણે  ઓક્સિજન તો આપ્યું જ પણ સ્વજન જેવો પોતીકો વ્યવહાર અને લાગણી  આપીને મને  નવજીવન આપવામાં મદદ કરી છે.

(6:08 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST

  • સારા સમાચાર : ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર : વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19 રસીના ઇમરજન્સી યુઝ માટે અરજી કરશે : અત્યારે 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી રસીનું પ્રોડક્શન કરી શકશે, જેને પછીથી બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે access_time 11:47 pm IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST