Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મોરબીના અમરેલી રોડ મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો.

દેશી દારૂ બનાવવાનો ગરમ અને ઠંડો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત

મોરબી શહેરના વિસીપરા અમરેલી રોડ પર રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કરીને દેશી દારૂ, આથો અને સાધનો સહિતના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે અમરેલી રોડ પર વિસીપરામાં દરોડો કર્યો હતો જેમાં પ્રજાપત કારખાના સામે રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ગરમ અને ઠંડો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપી જેસિંગ ઉર્ફે જેસાભાઈ ખીમજીભાઈ કારૂ (રહે વિસીપરા મોરબી વાળા) ને ઝડપી લીધો છે.

   
 
   
(11:57 pm IST)