Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કચ્છમાં સ્થાનિક ગ્રામજનોને રોજગારી માટે અદાણી ગ્રુપ દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ: 52 માછીમાર યુવાનો બન્યા ઇલેક્ટ્રીશ્યન

અદાણી સેઝના રક્ષિત શાહ, ફાઉન્ડેશનના વસંત ગઢવી, એચઆરના વિક્રમ ટંડનના હસ્તે પ્રમાણપત્રો અપાયા, વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાસ કરી સ્થાનિક યુવાનો રોજગારીની તકો વધારી રહ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ :  કચ્છના મુંદ્રામાં આધુનિક સ્કીલસેટ ધરાવતા યુવકોની સંખ્યા વધી રહી છે. અહીંના માછીમાર યુવકો અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાસ કરી રોજગારીની તકો વધારી રહ્યા છે. તાજેતરમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયનની નોકરીની માટે તાલીમ પામેલા 52 વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ યુવકો કૌશલ્ય આધારિત પ્રાપ્ત કરેલા પ્રમાણપત્રના થકી વિવિધ કંપનીઓમાં રોજગારી પ્રાપ્ત કરવા સક્ષમ બન્યા છે.

મુંદ્રાના અદાણી હાઉસ ખાતે સક્ષમ અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ 'પ્રગતિ' ની બેચ - 1 ની સફળતાપૂર્વક પૂરી કરનાર યુવાનોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં 60 તાલીમાર્થીઓને તાલીમ કીટ આપીને નવી બેચ-2 લોન્ચ કરવામાં આવી હતી. ઉત્તીર્ણ થયેલા સક્ષમ માછીમાર યુવકો યોગ્ય રોજગારી મેળવતા તેમનું તથા સંલગ્ન સમાજના જીવનધોરણમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ આ તક પૂરી પાડવા બદલ અદાણી ફાઉન્ડેશન પ્રત્યે હૃદયસ્પર્શી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અદાણી ગ્રૂપના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વિક્રમ ટંડન, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી તેમજ APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં અનિલકુમાર કલગા, મુન્દ્રા અને તુણા પોર્ટ્સના સીઈઓ ચાર્લ્સ ડગ્લાસ, અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રના COO જતીન ત્રિવેદી, અને APSEZ, પાવર, સોલર અને વિલ્મરના વિભાગીય વડાઓ હાજર રહ્યા હતા. તમામ તાલીમાર્થીઓને અદાણી ગ્રૂપના HR હેડ વિક્રમ ટંડને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ તેમજ માર્ગદર્શન પ્રદાન કર્યુ હતું.

(10:09 am IST)