Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માળિયા હાટીનામાં ઇદની ઉજવણી

 માળીયા હાટીનાઃ મુસ્‍લીમ બિરાદરો એ રમજાન ઈદ ના દિવસે માશા અલ્લાહ મસ્‍જિદે મુસ્‍લીમ બિરાદરો સાથે મળી ઇદુલ ફીત્ર ઈદની ઉજવણી કરી હતી. ઈદ ગાહ મસ્‍જીદે રમજાન ઈદ ની નમાજ તથા ઇબાદત કરી ત્‍યાર બાદ ખૂતબો તથા સલાતો સલામ ફાતિયા ખાની પઢીને એક બીજા મુસ્‍લીમ બિરાદરો ગળે મળીને ઈદની મુબારક બાદી આપી હતી તેમજ માળીયા હાટીના તાલુકાના હિન્‍દુ મુસ્‍લીમ સમાજ સાથે મળી ઉજવણી કરી તેવી યાદી મુસ્‍લીમ આગેવાન અમીન પઠાણે જણાવેલ છે. ઇદની ઉજવણીની તસ્‍વીર.

(10:12 am IST)