Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વડિયાના ઢોળવા રોડ પર લગ્નની ઢગ લઇને જતો ટેમ્‍પો પલ્‍ટી મારતા ૨૭ને ઇજા

બાબરાના ગરણી ગામેથી લગ્નની ઢગ લઇને લોકો ઢોળવા ગામે આવતા હતા : ટેમ્‍પો રોડથી નીચે ઉતારતા અકસ્‍માત : આજે હતા લગ્ન

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૫ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી ભેસાણ રોડ પર ઢોળવા ગામે તરફના રસ્‍તે બપોરના સુમારે બાબરા તાલુકાના ગરણી ગામેથી ઢોળવા ગામે દીકરીના પિયરના લોકો તેના વેવાઈને ત્‍યાં લગ્ન પ્રસંગમાં ઢગ લઈને આવેલ કોળી પરિવાર લોકો પરત ફરતી વખતે ટેમ્‍પો ચાલકે સ્‍ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્‍પો રોડ થી નીચે ઉતરી જતા ટેમ્‍પો પલ્‍ટી માર્યો હતો.

આ ટેમ્‍પોમાં મોટી સંખ્‍યામાં લોકો સવાર હોય ને ટેમ્‍પો પલ્‍ટી મારતા તેમાંથી કુળ સતિયાવિશ જેટલાં લોકોને ઇજા થતા થોડા સમય માટે અફડા તફડી મચી હતી. તમામ ને ૧૦૮ મારફતે વડિયા સિવિલ હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખાસેડવામાં આવ્‍યા હતા.અને તે પરિવાર ના સગા સબંધીઓ પણ દોડદોડ થયા હતા. આજે ઢોળવાથી બાબરાના ગરણી ગામે જાન લઈને જવાની હોય તેના આગળના દિવસે દીકરીના પરિવાર અને સગા ઢગ લઈને ગરણી ગામેથી ભેસાણ તાલુકાના ઢોળવા ગામે આવ્‍યા હતા અને પરત ફરતા સમયે ટેમ્‍પો પલ્‍ટી જતા અકસ્‍માત સર્જાતા ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ ફક્‍ત એક જ વ્‍યક્‍તિને નાકના ભાગે ઇજા થતા જેતપુર સારવાર માટે મોકલવા પડ્‍યા હતા બાકી કોઈ મોટી ઇજાના થતા બંને પરિવારો એ રાહતનો શ્વાસ લીધો હતો.

(10:47 am IST)