Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માંગરોળનાં શેરીયાબારામાં નજીવી બાબતે બે જુથ વચ્‍ચે સશષા ધિંગાણુ

૮ મહિલા સહિત ર૧ થી વધુ વ્‍યકિતને ઇજાઃ બંને પક્ષનીકુલ ૪૯ શખ્‍સો સામે ફરીયાદ

(વિનુ જોશી) જુનાગઢ તા.પ : માંગરોળનાં શેરીયાબારામાં મોડી સાંજે નજીવી બાબતે બે જુથ વચચે સશષા ધિંગાણુ ખેલાતુ ૮ મહિલા સહિત ર૧ થી વધુ વ્‍યકિતને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

આ અથડામણમાં બંને પક્ષે ૪૬ શખ્‍સો સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

માંગરોળ મરીન પોલીસ સ્‍ટેશન હેઠળના શેરીયાબારામાં ગઇકાલે મોડી સાંજે છોકરાવની બાબતમાં મોટાપાયે માથાકુટ થઇ હતી. જેને લઇને ભયનો માહોલ સર્જાયો હતો.

જેમાં મહેમુદ જુસબભાઇ ગોવાલ સરી (ઉ.વ.૪૦) વગેરે ખાડીમાં નહાવાના પ્રશ્ને ફૈઝલુ મુલા, શમા, સુલેમાન કાસુ, હુસેન સુલેમાન, જાની સુલેમાન, હનીફ સુલેમાન સહિત છ શખ્‍સો અને ૧પ અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કર્યો હતો.

આ ઇસમોએ ઢીકાપાટુનો માર મારી આડેધડ પથ્‍થરમારો કર્યો હતો.

સામા પક્ષે હલુબેન મુસાભાઇ સમા (ઉ.વ.૪પ) અને અન્‍યો ઉપર અનવર જુસબ, મહેમુદ જુસબ, કમાલ ઓસમાણ, અકબર અયુબ, હમજ મહેમુદ, સબીર જાફર સહિત ૧પ જણા તેમજ ૧૦ અજાણ્‍યા શખ્‍સો ખાડીમાં પડેલ હોડીએ જવાનાંપ્રશ્ને હુમલો કર્યો હતો. આ હુમલામાં પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.

આ સામસામી મારામારી અને હુમલાના બનાવમાં ફારૂક, હનીફ, જેતુન મહેમુદ, સબીર જાકર, જેતુનબેન  ગોવાલ સહિત આઠ મહિલા મળી કુલ ર૧ થી વધુ વ્‍યકિતને ઇજા થતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

રાત્રે ૧૦.૩૦ કલાકે માંગરોળ મરીન પોલીસેબંને પક્ષની ફરિયાદ લઇ કુલ ૪૯ શખ્‍સો વિરૂધ્‍ધ રાયોટીંગ વગેરેનોે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

શેરીયાબારામાં વધુ કોઇ અનીચ્‍છનીય બનાવ બને નહી તે માટે ડીવાયએસપી કોડીયાતર દ્વારા બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવેલ. વિશેષ તપાસ પી.અસસ.આઇ. એસ.આર.સોલંકી ચલાવી રહયા છે.

(11:52 am IST)