Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઉના તાલુકામાં રમજાન ઇદની ઉજવણીઃ સમુહ નમાઝ બાદ ઝુલુસ નીકળ્‍યું

ઉના, તા., ૫: શહેર અને તાલુકામાં રમજાન ઇદની ભકિત ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમુહ નમાન્‍ઝ બાદ ઝુલુસ નીકળ્‍યું હતું. તથા એક બીજાને ઇદ મુબારક બાદ પાઠવ્‍યા હતા.

આકાશ ઉનામાં ૩૦ રોજાના ઉપવાસ કરી આકરી ખુદાની બંદગી ઉના મુસ્‍લીમ સમાજે કરી હતી. રમજાન ઇદ ઇદ ઉલ હીત્રની ઇદની ઉવજણી ભકિત ભાવ પુર્વક કરવામાં આવી હતી. સવારના હજારો લોકો સમુહમાં ઉપલા રહીમનગરમાં આવેલ ઇદગાહના મેદાનમાં ભેગા થયા હતા. મુસ્‍લીમ સમાજના ધર્મ ગુરૂ પીર બાપુ કાદરી તથા મૌલાનાઓની આગેવાની હેઠળ સમુહ નમાઝ પઢી અને અક બીજાને ઇદ મુબારક પાઠવેલ હતા.

પીર બાપુ કાદરીએ ભારત દેશના તમામ નાગરીકો ભાઇચારાથી શાંતિપુર્વક રહે દેશ અને વિશ્વમાં શાંતિ સ્‍થપાય લોકો સુખ અમન ચેનથી જીવે તેવી મુબારક બાદી આપેલ હતી નમાઝ પુર્ણ થયા પછી એક ઝુલુસ નીકળેલ તે શહેરના પ્રમુખ મુખ્‍ય માર્ગે ફરી કોર્ટ વિસ્‍તારમાં શાંતી પુર્વક પુર્ણ થયું હતું. પોલીસે ઝુલુસ દ્રશ્‍યમાન કડક બંદોબસ્‍ત જાળવ્‍યો હતો

(11:57 am IST)