Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મીઠાપુરઃ ભરણપોષણ મંજૂર કરતી ફેમીલી કોર્ટ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૫ : ખંભાળીયા તાલુકાના ખંભાળીયા ગામના રહીશ સનોફરબાનુ મુસ્‍તાકભાઇ જુણેજાના લગ્ન જામનગરના રહીશ મુસ્‍તાક આમદ જુણેજા સાથે થયેલા હતા.

લગ્નજીવન દરમ્‍યાન શારીરીક માનસિક દુઃખ ત્રાસ આપી સગીર સંતાનો જુટવી લઇ પહેરેલ કપડે અરજદારને કાઢી મુકતા અરજદારે તેમના પતિ મુસ્‍તાક આદમ જુણેજા પાસેથી ભરણપોષણ મેળવવા ખંભાળીયાના મહે. પ્રિન્‍સી ફેમીલી જજ સાહેબની કોર્ટમાં ભરણપોષણની અરજી માન્‍ય રાખી પતિ મુસ્‍તાક આમદ જુણેજાને તેમની પત્‍ની સનોફરબાનુ મુસ્‍તાક જુણેજાને દર માસે રૂપિયા ૩૫૦૦ નિયમિત ચુકવવા તથા અરજી ખર્ચના રૂપિયા ૧૦૦૦ ચુકવવાનો હુકમ કરેલ છે.

સદરહું કામના અરજદાર તરફે વકીલશ્રી મોહમ્‍મદ હનિફ કે.સોઢા તથા વકીલ ફાલ્‍ગુનીબેન બારોટ તથા મદદમાં ઓફીસ આસિસ્‍ટન્‍ટ, હિતેષભાઇ એન. રાયચુરા રોકાયેલ હતા.

(11:58 am IST)