Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માણાવદરનો આરોપી ઝડપાયો

જુનાગઢ તા. પઃ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસિદી નાં માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્‍વયે આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્‍સ. એ. એસ. ગોહિલ તથા પો. સબ. ઇન્‍સ. જે. એમ. વાળા તથા પો. સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હોય.

પો. હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાંક તથા પો. કોન્‍સ. ધર્મેશભાઇ વાઢેળ ને માણાવદર પો. સ્‍ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૩૭રર૦૦પ૪/રર આઇ.પી.સી. કલમ ૩૮૬, ૩૮૪, પ૦૬(ર), ર૯૪(ખ), ૧૧૪ જી.પી. એકટ કલમ ૧૩પ મુજબના ગુન્‍હાના કામનો આરોપી નાસીર ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી સૈયદ, ઉ.વ. ર૯, રહે. માણાવદર, ભીમનગર રહેમ. હાલ વંથલી બાંટવા શેરી મસ્‍જીદ પાસે, વાળો માણાવદર વંથલી રોડ ગળવવા ફાટક પાસેથી મળી આવેલ જે ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો હોય કાર્યવાહી માટે માણાવદર પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવેલ છે.

એસ.ઓ.જી.ના પો. ઇન્‍સ. એ.એમ. ગોહિલ તથા પો. સબ ઇન્‍સ. જે. એમ. વાળા, એમ.જે. કોડીયાતર તથા એ.એસ.આઇ. એમ. વી. કુવાડીયા, દીપકભાઇ જાની, તથા પો. હેડ કોન્‍સ. પરેશભાઇ ચાવડા, રવિભાઇ ખેર, બાબુભાઇ કોડીયાતર, અનિરૂધ્‍ધસિંહ વાંક, જયેશભાઇ બકોત્રા પો. કોન્‍સ. ધર્મેશભાઇ વાઢેળ, રવીરાજ વાળા, કૃણાલ પરમાર, માનસીંહ રાઠોડ, રોહીત બારડ, મયુર ઓડેદરા વીગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:12 pm IST)