Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમરેલી શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્રની મુલાકાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. પ :.. શિતલ આઇસ્‍ક્રીમના પ્રણેતા તથા અમરેલી જિલ્લામાં સેવા કાર્યરત દિનેશભાઇ ભુવા તથા ભુપતભાઇ  ભુવાએ શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્ર અમરેલીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક ભીખુભાઇ અગ્રાવત તથા ટ્રસ્‍ટી મુકેશભાઇ જાની સંસ્‍થાની કામગીરી અંગે માહિતી હાલ ૧ર૦ થી ૧રપ બપોરે અને સાંજે બન્ને ટાઇમ વડીલોને ઘર જેવું શુધ્‍ધ અને સાત્‍વીક ભોજન પહોંચાડવામાં આવે છે. હાલ જે મકાનમાં સંસ્‍થાનું કાર્ય ચાલે છે તે મકાન તુલસીદાદાએ સેવામાં આપેલ છે. સંસ્‍થાનું હૃદયસ્‍થ પ્રતાપભાઇ પંડયા ભવન બની રહ્યું છે. સંસ્‍થાને ટીફિન પહોંચાડવા માટે વાહનની જરૂરીયાત હોય તે વિશે ચર્ચા કરવામાં આવી શકય હશે તો વ્‍યવસ્‍થા કરી આપીશું. તેમ જણાવ્‍યું છે.

આ તકે ભીખુભાઇ અગ્રાવતે તથા મુકેશભાઇ જાનીએ મોમેન્‍ટો તથા શાલ ઓઢાડી બન્ને ભાઇઓનું સન્‍માન કરાયુ હતું.

મફતમાં ખાવું સંકોચ લાગે તો તેમની પાસેથી બપોરના ટોકન પેટે રૂા. ૧પ તથા સાંજના રૂા. ૧૦ ટોકન રૂપે આપે છે. ઘર બેઠા ભોજન ટીફીન દ્વારા પહોંચાડવામાં આવે છે. આ તકે અમરેલીની સેવાયજ્ઞીઓનો અમો ખુબ ખુબ આભાર માનીએ છીએ કે તેઓએ આ સંસ્‍થાને પોતીકી ગણી તમામ સુવિધાઓ પુરી પાડે છે. સંસ્‍થાના સેવાભાવી જીતુભાઇ જોષી, કિશોરભાઇ મિશ્રા, પેન્‍ટર ડી. જી. મહેતા, ભરતબાપુ, ભારતીબેન પંડયા વગેરેએ આભાર વ્‍યકત કર્યો હતો.

(1:13 pm IST)