Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ડમ્‍પર નમી જતા ચાલક હરપાલસિંહ રોડ ક્રોસ કરવા જતા મોત મળ્‍યું : મોરબીનો બનાવ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબીના લગધીરપુર રોડ પર એક ટ્રક રોડની સાઈડમાં નમી જતા ટ્રક ચાલક ટ્રકમાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતા ટ્રેલરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્‍યુ નીપજયું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબીના કેરાળા ગામના રહેવાસી અને હાલ વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્‍યલક્ષ્મી સોસાયટીમાં રહેતા દિલીપસિંહ ઉર્ફે દિલુભા પથુભા ઝાલાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઇ મરણજનાર હરપાલસિંહ ઉ.વ ૪૦ વાળાનુ વાહન ટ્રક ડમ્‍પર રજી નં.ᅠGJ 10 Z 5058ᅠવાળુ રોડની સાઇડે નમી જતા મરણજનાર ટ્રકમાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતા હતા તે વખતે આરોપી ટ્રક ટ્રેલર રજી નંᅠRJ 06 GB 5592ᅠના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી તેના નાના ભાઈને હડફેટે લઇ પેટના ભાગે તેમજ કમ્‍મરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી નાસી ગયો છે.

આ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આઇ.પી.સી ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 pm IST)