Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સાવરકુંડલા પાલિકાનાં ઉપપ્રમુખ અને ભાજપનાં પૂર્વ મહામંત્રીનો ઓડિયો વાયરલ થતા ભાજપમાંથી સસ્‍પેન્‍ડ કરવા માંગણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૫: સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી તથા પૂર્વ કૃષીમંત્રી વી.વી.વઘાસિયા ના નજીક ગણાતા જયસુખ નનુ નાકરાણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જેસર રોડ મંગલમ સોસાયટી ખાતે ચાલી રહેલા રોડના કામના સુપરવાઈઝરને બેફામ ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે સાવરકુંડલા ટાઉનપોલીસ સ્‍ટેશનમાં નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને પુર્વપ્રમુખ ડી.કે.પટેલ પર આઈ.પી.સી. ૫૦૪, ૫૦૬(૨), અને ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાવરકુંડલા નગરપાલિકા ના ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને તેના સાથી સદસ્‍ય દ્વારા રોડ કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી પાસે કામ નબળું કરવા અને લાંચની માંગણીનો ઓડિયો ચાર દિવસ પહેલા વાયરલ થયો હતો. ત્‍યારે ફરીવાર તેજ રોડ ના સુપવાઈઝર ને મારી નાખવાની ધમકી આપી ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્‍ય અને ઉપપ્રમુખ તથા શહેર ભાજપના પૂર્વમહામંત્રી જયસુખ નાકરાણીને ભાજપ પક્ષ માંથી સસ્‍પેન્‍ડ કરવા કાર્યકરો દ્વારા માંગણી કરાય છે. 

(1:16 pm IST)