Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સરખેજ આશ્રમની સંપતિના વિવાદમાંસ્ત્રી સહિતનાનો હાથઃ હરિહરાનંદજી

મોડી રાત્રે જુનાગઢ પહોંચેલા હરિહરાનંદજી નાદુરસ્‍ત તબિયતને લઇ ભવનાથ ખાતે આરામ પર

(વિનુ જોશી) જુનાગઢ તા.પ : અમદાવાદના સરખેજ ખાતે ભારતી આશ્રમની સંપતિના વિવાદમાંસ્ત્રી સહિતના લોકોનો હાથ હોવાનું મહંત શ્રી હરિહરાનંદજીએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

તા.૩૦ના રોજ ગુમ થયા બાદ ગઇકાલે ચાર દિવસ પછી મહારાષ્‍ટ્રના નાસિકથી મળી આવેલા ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદજી મહારાજ વડોદરા થઇને ગત મોડી રાત્રે જુનાગઢનાં ભવનાથમાં આવેલા ભારતી આશ્રમ ખાતે પહોંચ્‍યા હતા.

અત્રે મિડીયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્‍યું હતું કે, પ્રોપર્ટી માટે  વિવાદ કરવો મારા માટે ઉચિત ન લાગતા હુ ગાદી છોડીને નીકળી ગયો હતો.

ગુરૂ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ મારા નામનું વીલ હતુ બાદમાં આઠ મહિના પછી વીલ કાઢયુ જેનાથી વિવાદ સર્જાયો હોવાનું જણાવીને હરિહરાનંદજીએ ઉમેર્યુ હતું કે મારી પાસેનું વીલ રજીસ્‍ટ્રાર થયેલ છે. જયારે તેમનું વીલ નોટરી કરાવેલ છે.

પુ.બાપુએ આ વિવાદમાં ન્‍યાય મળવો જોઇએ તેમ જણાવીને કહયુ હતુ કે, બાપનો વારસદાર દિકરો થાય તેમ ઋષીભારતી મારો શિષ્‍ય છે.

પુ.બાપુએ સરખેજની સંપતીમાંસ્ત્રી  સહિતનાં લોકોનો હાથ હોવાનો આક્ષેપ કરીને જણાવ્‍યું હતું કે આગામી સમયમાં ટ્રસ્‍ટી મંડળની મીટીંગ મળ્‍યા બાદ કાનુની  પગલા લેવામાં આવેલ.

આ વિવાદથી આખરે કંટાળી જઇને મારે છોડીને જતુ રહેવુ પડયુ હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

દરમિયાન શ્રી હરિહરાનંદજીની તબિયત નાદુરસ્‍ત હોય તેઓ આજે ભવનાથ સ્‍થિત ભારતી આશ્રમ ખાતે આરામ પર છે.

(1:29 pm IST)