Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દુખાવાથી કંટાળીને ખંભાળીયાની યુવતીએ જીંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા,તા.૫ : ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ડાડુભાઈ ધનાભાઈ ઇંયા નામના ૪૨ વર્ષના યુવાનની પુત્રી વર્ષાબેને તેણીના માથા તથા પગના સતત દુઃખાવાના કારણે કંટાળીને ઘઉંમાં નાખવાની ગોળીઓ ગળી જતા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્‍યાં ફરજ પરના તબીબોએ તેને મળત્‍યુ પામેલ જાહેર કરી હતી, આ બનાવની જાણ ડાડુભાઈ ધનાભાઈ છંયાએ અહીંની પોલીસને કરી છે.

કેરોસીનની ઝાળે દાઝી ગયેલા પટેલકાના પરિણીતાનું મળત્‍યુ

 પટેલકા ગામે રહેતા દેવેન્‍દ્રભાઈ વેજાણંદભાઈ ચાવડા નામના ૩૦ વર્ષના યુવાનના ધર્મપત્‍ની લક્ષ્મીબેન (ઉ.વ. ૨૬) ગત તારીખ ૨૨ મીના રોજ તેમના ઘરે ચુલા પર ચા બનાવી રહ્યા હતા, ત્‍યારે ચૂલો સળગતો ન હોવાથી તેણીએ ચુલામાં કેરોસીન કનાખ્‍યું હતું, જેથી અચાનક થયેલા ભડકામાં તેણેએ પહેરેલા કપડામાં આગ લાગી જતા તેણીને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વઘુ સારવાર અથે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. મળતક લક્ષ્મીબેનનો લગ્નગાળો છ વર્ષનો હતો, આ બનાવની જાણ મળતકના પતિ દેવેન્‍દ્રભાઈ ચાવડાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે. 

ભાણવડમાં પીધેલો કાર ચાલક ઝડપાયો

ભાણવડના મોરી વાવ વિસ્‍તારના મૂળ રહીશ અને હાલ ગાંધીનગર ખાતે રહેતા જયંતિ અરજણ પિપરોતર નામના ૬૬ વર્ષીય સગર વળદ્ધને ભાણવડ પોલીસે ગતરાત્રીના રવિરાજ હોટલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૫૦ હજારની કિંમતની મારુતિ સુઝુકી મોટરકાર લઈને નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્‍ટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:43 pm IST)