Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જામનગરમાં ચોટીલાનો કોળી શખ્‍સ બે કિલો ગાંજા સાથે ઝડપાઇ ગયો

જામનગર,તા. ૫ : ગુજરાત રાજ્‍યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુએ સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. રમેશભાઇ ચાવડા તથા પો. કોન્‍સ. સોયબભાઇ મકવાને મળેલ હકિકત આધારે રેઇડ કરતા આરોપી આકાશ કારૂભાઇ નાધોણા કોળી ઉવ.૨૫ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. હાલ ચોટીલા જલારામ મંદિર પાછળ આવાસમાં તા.ચોટીલા મુળ પડધરી વાળાને ૨ કિલો ગાંજાના જથ્‍થા તથા સી.એન.જી. રીક્ષા માટે કુલ કી.રૂા. ૧,૦૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્‍ધ સીટી ‘બી' ડીવી. પો.સ્‍ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ અને ફરારી આરોપીઓને પકડવા આગળની તજવીજ હાથ ધરેલ છે.

(1:46 pm IST)