Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજકોટના શાપરથી જામનગરનો બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૫:  જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સુચના તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહિલ સાહેબના માર્ગદર્શન મુજબ સ્‍ટાફના માણસો એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ.કોન્‍સ. સલીમભાઇ નોયડા તથા ભરતભાઇ ડાંગર તથા કાસમભાઇ બ્‍લોચ પેરોલ ફર્લો તેમજ નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્‍યાન જામનગર સીટી એ ડીવી પો.સ્‍ટે ફસ્‍ટ ગુ.ર.નં ૧૩ર૬/ર૦ર૦ ઇપીકો કલમ ૩૭૯ વિ.મુજબ ચોરીના ગુનામાં લીસ્‍ટેડ નાસતો ફરતો આરોપી યાસીન ઉર્ફે ગોંડલ હનીફભાઇ ચાનીયા રહે મહારાજા સોસાયટી જામનગર વાળો ઉપરોક્‍ત ગુનાના કામે ફરાર હોય,જે આરોપી હાલ રાજકોટ માં શાપર ઉદ્યોગ વિસ્‍તારમાં નોબલ લગેજ ની બાજુમા રહેતો હોવાની ઉપરોક્‍ત સ્‍ટાફના નાઓને સંયુકત રીતે મળેલ હકિકત આધારે રાજકોટ ખાતેથી ઝડપી પાડી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના ઇન્‍ચાર્જ પો.સબ.ઇન્‍સ. કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ પો. હેડ કોન્‍સ. લખધીરસિંફ જાડેજા,ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્‍લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ. તથા અરવિંદગીરી ગોસાઇ તેમજ એલ.સી.બી.ના નિર્મલસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:50 pm IST)