Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

બામણ ગામમાં એક કરોડના ખર્ચે લેઉવા પટેલ સમાજનું અદ્યતન ભવન આકાર લેશે

જુનાગઢ તા. પ : તાલુકાના બામણગામ ખાતે લેઉવા પટેલ સમાજના નવા અદ્યતન ભવનનું ખાતમુહુર્ત અને લેઉવા પટેલ સમાજના સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનાર આ સમાજ ભવનનું ખાતમુર્હુત કરતા આગેવાનોએ સમાજ સેવાના આવા ઉત્તમ કાર્યમાં સહભાગી બનવા યુવાનોને હાકલ કરી હતી આ પ્રસંગે દાતાઓ દ્વાર રૂા. ૧૧ હજારની પાંચ લાખ રૂપિયા સુધીના દાનની સરવાણી વહાવી કુલ રૂા.૪૦ લાખનું રોકડ દાન જાહેર કરવામાં આવ્‍યું હતું.

બામણગામમાં લેઉવા પટેલ સમાજના નવા અદ્યતન ભવનનું ભૂમિપૂજન કરતા પૂર્વ કેબીનેટ મંત્રી અને યુવા અગ્રણી જયેશભાઇ રાદડિયાએ જણાવ્‍યુ હતું કે દેશના વિકાસ માટે ગામડાનો વિકાસ થવો જરૂરી છે. તેના માટે દરેક ગામડામાં સમાજ ભવનની અદ્યતન સુવિધા ઉભી થવી જોઇએ. જરૂરી ન હોય તેવા સંજોગોમાં યુવાનો ગામડામાં જ રહીને ખેતીની બચાવે તે આજના સમયની માંગ છ.ે સમાજ માટે સારૂ કામ કરતા આગેવાનોને મદદરૂપ થવા માટે આગળ આવવા તેમણે યુવાનોને હાકલ કરી હતી.

જુનાગઢ જિલ્‍લા ભાજપ પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે સમાજના દરેક કાર્યમાં સાથે રહેવાની અને જરૂર પડે ત્‍યાં ઉપયોગી થવાની ખાતરી આપી હતી. જોષીપરા સ્‍થિત ડો. હરિભાઇ ગોધાણી શૈક્ષણીક સંકુલના ચેરમેન-મેને.ટ્રસ્‍ટી અને કેળવણીકાર જે. કે. ઠેસિયાએ શિક્ષણ પર ભાર મુકતા કહ્યું હતું કે, સમાજના ઉતકર્ષ માટે શિક્ષણ જ સાચી ચાવી છ.ે

યુવા ઉદ્યોગપતિ વિજય દોમડીયાએ પોતાના માટે સમાજને સર્વોપરી ગણાવી સમાજને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્‍પરતા દાખવી હતી. સરદારધામના મહિલા કન્‍વીનર જયશ્રીબેન વેકરિયા અને લેઉવા પટેલ સમાજના મહિલા અગ્રણી ભાવનાબેન પોશીયાએ બહેનોને પણ સમાજ સેવા તથા ઉત્‍કર્ષના કામમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. અગ્રણી સવજીભાઇ સાવલિયાએ બામણગામના સમાજના સંગઠનના આ કાર્યને બિરદાવ્‍યું હતું.

આયોજનના પ્રેરક અને સમુહલગ્ન પ્રણેતા તથા સમાજસેવક હરસુખભાઇ વઘાસિયાએ કહ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ પુરૂષાર્થ કરીને આગળ આવ્‍યો છે. વડિલોએ પોતાની ભૂમિકા નિભાવી છે. સફળતાની ટોચ પર બેઠેલા પટેલ સમાજની આ સિધ્‍ધિને ટકાવી રાખવાની જવાબદારી હવે યુવાનોના ખભે છ.ે ફેશન, વ્‍યસન, દેખાદેખીના ખોટા રવાડે ચડયા વગર યુવાનો સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને તે સાચો ધર્મ છે. જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના માધ્‍યમથી અત્‍યાર સુધીમાં ૧૯પ૦ દીકરીઓના સમુહલગ્ન, ૩પ ગામમાં નવા સમાજ ભવનનું નિર્માણ પપ૦૦ થી વધુ સિલાઇ મશીન વિતરણ દ્વારા બહેનોને રોજગારી સહિતની હાથ ધરાયેલી પ્રવૃતિનો તેમણે ચિતાર આપ્‍યો હતો.

બાણમગામના સમાજ ભવન માટે આ પ્રસંગે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. જેમાં વિજયભાઇ દોમડીયાએ રૂા. પ લાખ, પરેશભાઇ ગજેરાએ રૂા.ર લાખ, જયેશભાઇ રાદડિયા અને કિરીટભાઇ પટેલ દ્વારા રૂા.૧ લાખ, બીપીનભાઇ રામાણી અને જીતુભાઇ દુધાત્રા રૂા.૧.૧૧ લાખનુ દાન જાહેર કરાયુ હતું. જયારે બામણગામના વતની એવા દાતાઓએ ગામનુ ઋણ અદા કરતા ધીરૂભાઇ પારખિયાએ રૂ.ર.૧૧ લાખ, વિઠ્ઠલભાઇ ગજેરાએ રૂા. ર લાખ, ભગવાનભાઇ ગજેરાએ રૂા.૧.પ૩ લાખ, સવજીભાઇ ગજેરાએ રૂા.૧.૧૧ લાખ, આકાશભાઇ પટોડિયાએ રૂા.૧.૦ર લાખ, ખિમજીભાઇ પટોડિયા દ્વારા રૂ.૧લાખ સહિતના દાતાઓ દ્વારા દાન જાહેર કરાયું હતુ રૂ.ર૧ હજારથી પાંચ લાખ સુધીના દાનમાં કુલ રૂ.૪૦ લાખનું રોકડ દાન જાહેર કરાયું હતું જયારે રૂ.૩પ લાખની એક વિદ્યો ભૂમિદાન પણ જાહેર કરાયું હતું.

આ પ્રસંગે પરેશભાઇ ગજેરા, જેન્‍તીભાઇ વઘાસિયા, ડો.જી.કે. ગજેરા, હરેશભાઇ પરસાણા, લલીતભાઇ સુવાગીયા, ધર્મેશભાઇ પોશિયા, જન્‍તીભાઇ ધોરાજીયા, ગોપાલભાઇ રાખોલિયા, નટુભાઇ પટોળિયા, અતુલભાઇ પોશિયા, મુકેશભાઇ ભંડેરી, ભુપતભાઇ ભાયાણી, કરશનભાઇ ધડુક, મથુરભાઇ તળાવિયા, જેરામભાઇ ટીંબડીયા, પ્રવિણભાઇ પટોળિયા, અરવિંદભાઇ ઘરડેશિયા, રસીકભાઇ ગજેરા, અમિતભાઇ ઠુંમર, ભાવનાબેન હિરપરા, ભદ્દાબેન વૈષ્‍ણવ વગેરે અગ્રણીઓએ હાજર રહીને બામણગામના આ કાર્યક્રમને બિરદાવ્‍યો હતો આ પ્રસંગે આસપાસના ૪૦ થી વધુ ગામના પ્રતિનિધિીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ગામની નાની બાળઓએ કુમકુમ તિલક સાથે મહેમાનોનું સ્‍વાગત કર્યુ હતું કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પારસભાઇ ગજેરા, ઉપપ્રમુખ ગોપાલભાઇ હિરપરા, મંત્રી કેતનભાઇ ગજેરા ઉપરાંત તમામ ટ્રસ્‍ટીઓ તેમજ સમસ્‍ત ગામના યુવાનો અને વડીલો તથા બહેનોની ટીમ જહેમત ઉઠાવી હતી.

(1:54 pm IST)