Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જસદણમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતા ર પકડાયાઃ ૧૩ શખ્‍સોના નામો ખુલ્‍યા

પકડાયેલ પંકજ તથા દિનેશ અન્‍ય ૧૩ શખ્‍સોના આઇડી પર સટ્ટો રમાડતા'તાઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટ તા. પઃ જસદણમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી આઇ.પી.એલ.ના મેચ ઉપર સટ્ટો રમાડતા બે શખ્‍સોને ઝડપી લીધા હતા જયારે અન્‍ય ૧૩ શખ્‍સોના નામો ખુલતા તેની શોધખોઇ હાથ ધરાઇ છે.

રેન્‍જ આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રઠાોડ આઇપીએલ-ર૦રર ના ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા તથા રમાડતા ઇસમોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ. એ. આર. ગોહીલ તથા પો. સબ ઇન્‍સ. એ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો. હેડ કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કો.ન્‍સ. ભાવેશભાઇ મકવાણાનાઓને મળેલ સંયુકત બાતમી આધારે જસદણ પો. સ્‍ટે. વિસ્‍તારના જસદણ-ગોખલાણા ચોકડી હાઇ-વે પર આવેલ ભયલાભાઇના કારખાના બહાર ટાટા ઇન્‍ડીયન પ્રિમીયર લીગ-ર૦રર સીરીઝમાં રોયલ ચેલેન્‍જ બેંગ્‍લોર અને ચેન્‍નય સુપર કીંગ્‍સ ટીમો વચ્‍ચે રમાતી ટી-ર૦ ક્રિકેટ મેચનું મોબાઇલમાં લાઇવ પ્રસારણનો સ્‍કોર જોઇ મોબાઇલ ફોનમાં આઇ.ડી. દ્વારા સોદા કરી કરાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડતા પંકજ નટવરલાલ ધારૈયા રહે. જસદણ ટાવર ચોક નાગરીક બેન્‍ક વાળી શેરી તથા દીનેશ મનજીભાઇ હીરપરા જસદણ લાટી પ્‍લોટ ગઢીયા રોડને રોકડા રૂા. ૧૪,૦૦૦, મોબાઇલ તથા કાર મળી ૧.પપ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ બંન્‍ને શખ્‍સોએ પોલીસ પૂછતાછમાં પોતે શૈલેષભાઇ ઉર્ફે કપીલભાઇ રાઘવભાઇ પટેલ, બી રાધે ભુપતભાઇ, આરઆર જે રાજુ રાયપર, મયકો, મારાજ, ઘુઘો, જયેશ, કિશોર, પંકજ, આર.આર.ડી.એફ.સી. અને રાજુ તથા અન્‍ય બે મોબાઇલ કર્તાના આઇડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની કબુલાત આપી હતી. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પો. સબ ઇન્‍સ. એસ. જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, પો. હેડ કોન્‍સ. બાલકૃષ્‍ણભાઇ ત્રીવેદી, પ્રણયભાઇ સાવરીયા તથા પો. કોન્‍સ. રહીમભાઇ દલ, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા રોકાયા હતા.

(4:13 pm IST)