Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ધોરાજીમાં માતાવાડી મેળાના મેદાનમાં આઇ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા

ધોરાજી :ધોરાજીમાં માતાવાડી મેળાના મેદાનમાં આઇ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સરફરાજ ઉર્ફે સફો કરીમભાઇ ગરાણા તથા તોસીફભાઇ તુફેલભાઇ ચામડીયા નામના બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂા.10250ની રોકડ કબજે કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીમાં પોલીસ ઇન્સ્પેકટર ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન શહેરના માતાવાડી મેળાના મેદાનમાં મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઉપરોકત બંને શખ્સોને પોલીસે દબોચી લઇ રૂા. 10250ની રોકડ કબ્જે કરી હતી.

(7:58 pm IST)