Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કચ્છ માલવણ હાઈવે પર ઇકો અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 લોકોના કમકમાટી ભર્યા મોત

અકસ્માતમાં અન્ય 3ને ઇજા :108ની મદદથી ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં ધ્રાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડાયા

ભુજ : માલવણ કચ્છ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે ઇકો કાર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચી હતી. 108ની મદદથી ઇજાગ્રસ્ત 3ને સરકારી હોસ્પિટલમાં ધ્રાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.

 અકસ્માતની જાણ થતાં માલવણ પોલીસ જગ્યા સ્થળે પોહંચી હતી. અકસ્માત સર્જાતા ટાફિક જામના દ્રશ્યો સર્જાયા. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, અન્ય 3 ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

   
(9:11 pm IST)