Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પીઆઇની આંતરિક બદલીના ઓર્ડર કરાયા

જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ-9 કર્મચારીઓને જુદા-જુદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં ખુશી

સુરેન્દ્રનગર :હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પરીવારનો સભ્ય માની, તેઓની ફરજ દરમ્યાનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિભાગમાં નાના સંવર્ગના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. કક્ષાના કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલથી કાર્ય કરતા હોય છે. તેઓ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે આમ જનતા સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી તેઓનુ પ્રજા સાથેનું વર્તન, કાર્ય કરવાની પધ્ધતિ, અને કરેલ કાર્યવાહીનું પરિણામ સમગ્ર પોલીસ વિભાગના પ્રતિબિંબ રૂપે સ્થાપિત થતું હોય છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. સંવર્ગના કર્મચારીઓ હર હમેશ પોતાની ફરજ ખંતપૂર્વક અને પુરી નિષ્ઠા અને ઉત્સાહથી બજાવે તે સારૂ તેઓની કામગીરીની કદર કરી, સમયાંતરે ઇનામ, પ્રશંશાપત્ર તથા બઢતી આપી સન્માનિત કરી તેઓના ઉત્સાહમાં વધારો કરવામા આવતો હોય છે.

હરેશ દુધાત દ્વારા અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા હથિયારી/બિન હથિયારી/બેન્ડ/માઉન્ટેડ સંવર્ગના કુલ 46 પોલીસ કર્મચારીઓને બઢતી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પરંપરાને જાળવી રાખી હાલ નિવૃતિ બદલીથી પડેલ ખાલી જગ્યાઓ ભરવા તાજેતરમાં બઢતી કમીટી યોજી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ-9 કર્મચારીઓને જુદા-જુદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોં છે.

   
(11:59 pm IST)