Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબીના નગર દરવાજા ચોક પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી પોલીસે નગર દરવાજા ચોક પાસેથી એક ઈસમને ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નગર દરવાજા ચોક પાસેથી આરોપી મોસીન હાસમ સધવાણી (રહે વિસીપરા કુલીનગર )ને ઝડપી લઈને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ કીમત રૂ ૧૫૦૦ જપ્ત કરી છે તો અન્ય આરોપી ધનરાજ મકવાણા રહે પંચાસર રોડ મોરબી વાળાનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(9:24 am IST)