Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગોંડલ ભગવતપરામાં યુવાનના જનાજામાં હજારો લોકો ઉમટતાં ગુન્હો : મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ

ગોંડલ તા.૫. : ગોંડલ ભગવતપરામાં યુવાનના જનાજામાં હજારો લોકો ઉમટતાં ગુન્હો નોંધાયો છે.

       પ્રાપ્ત માહિતી મુજબગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણી નું ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા અકસ્માતમાં મોત થયું હતું.

રફિકભાઈ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.જનાજા નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.વિડીયો વાઇરલ થતા પોલીસ ગુન્હો નોંધ્યો છે.

પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(10:53 am IST)