Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ઉનામાં ગોડાઉનનું શટર ઉંચકાવીને બાગબાન તમાકુના ૮૦૦ ટીનની ચોરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. શહેરમાં તમાકુ હોલસેલના વેપારી બાબુભાઇ એન્ડ બ્રધર્સના ગોડાઉનનાં તસ્કરોએ સળીયાથી શટર ઉંચકાવીને બાગબાન તમાકુના ૮૦૦ નાના ટીન (ડબા) સાથેના કુલ ૪ કાર્ટુન કિ. રૂ. ૧,૭૩,૬૦૦ ની ચોરી કરી ગયેલ હતાં.બાગબાન તમાકુના ડબાની ચોરી અંગે ભાવેશભાઇ બાલુભાઇ પાંધીએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે તસ્કરોએ તમાકુના ગોડાઉનના રાત્રીના શટર સળીયાથી ઉંચકાવી બાગબાન ૧૩૮ નંબરના તમાકુના ૮૦૦ નાના ડબા સાથે કુલ ૪ કાર્ટુન કિ. ૧,૭૩,૬૦૦ ઉઠાવી ગયા હતાં પીએસઆઇ જે. વી. ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)