Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

જાફરાબાદના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસના આગેવાનો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. પ : જાફરાબાદ ખાતે અમરેલી જિલ્લામાં કુદરતી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે અમરેલી કોળી સમાજ પ્રમુખ રમેશભાઇ ગોહિલ, ચિતલ રવજીભાઇ મકવાણા, રમેશભાઇ બી. મકવાણા, નયનભાઇ રાઠોડ પોતાની ટીમ સાથે જાફરાબાદ ગામે પીપળીકાંઠે અસરગ્રસ્ત વિસ્તાર ખારવાવાડ કોળીવાડ જેટી વિસ્તારમાં પરિવારજનોની મુલાકાત લેતા પાનસો જેટલી બોટો મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. રહેણાંક મકાનને મોટુ નુકશાન થયેલ છે.

સરકાર તરફથી સર્વે કરી નુકશાન સહાય મળે તે માટે સ્થાનીક આગેવાનો ધારાસભ્ય અમરીશભાઇ ડેર તથા યુવા કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ બારૈયા, સંજયભાઇ બારૈયા, ધર્મેન્દ્રભાઇ બારૈયા તથા રોહીતભાઇ શિયાળ, કાનજીભાઇ શિયાળ તેમજ સ્થાનીક આગેવાનો સાથે પ્રયાસ કરેલ હતો.

(1:23 pm IST)