Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં બુલડોઝર ધણઘણે એ પહેલા જ બ્રેક: દબાણ કારોને મુદત અપાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.5 દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આજે બપોર બાદ મોટું ડીમોલેશન તંત્ર દ્વારા આવનાર હતું પરંતુ એકાએક ડીમોલેશન ને શરૂ થાય એ પહેલાં જ બ્રેક મારી દેવામાં આવી છે અને દબાણકારોને મુદત આપવામાં આવતા અને ચર્ચાએ જોર પકડ્યું છે મળતી માહિતી મુજબ આજે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં કરોડો રૂપિયાની હતી સરકારી જમીન ઉપર પોલીસે અસામાજીક તત્વો તથા લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા જેને લઇને જિલ્લા વહીવટી તંત્રના આદેશ થી સ્થાનિક મામલતદાર પ્રાંત તેમજ પોલીસની ટીમ દ્વારા આજે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર હતી પરંતુ કોઈ પ્રકારે આ ડીમોલેશન શરૂ થાય એ પહેલા જ અટકાવી દેવામાં આવ્યું છે. 

અને દબાણકારો ને નોટિસ આપી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,મેગા ડીમોલેશન ની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી પરંતુ કોઈ એન કેન પ્રકારે ડીમોલેશન અટકાવી દેવામાં આવતા દબાણકારોમાં પણ હાશકારો થયો હતો. ત્યારે હવે જોવાનું છે કે ફરીથી આ મેગા ડીમોલેશન કરવામાં આવશે કે પીછો આ જ રીતે બ્રેક લાગેલી રહેશે તેના પર મીટ મંડાઈ છે

(1:59 pm IST)