Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પોરબંદર રાણાકંડોરણા ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

બોગસ ડોકટર પાસેથી દવા ઇંજેક્શનનો જથ્થો તથા મેડિકલ સધનો સહિત રૂ.૮૬૧૮૫નો ના મુદામાલ મલ્યો

 પોરબંદર : પોરબંદર રાણાકંડોરણા કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટર અલ્પેશ કુમર વઘેલા કી.રૂ.૮૬૧૮૫/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી.: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ તેમજ ગ્રામ્ય

ડી.વાય.એસ.પી શ્રી સ્મીત ગોહિલ સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજાનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો.ઇન્સ એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન પો.કોન્સ મોહીતભાઇ ગોરાણીયા તથા યુ.એલ.આર સંજયભાઇ ચૌહાણ ને બાતમી મળેલ કે રાણાકંડોરણા ગામે મેઇન રોડ ઉપર સંજીવની કલીનીકના નામે અલ્પેશ કુમાર ગોબાભાઇ વાધેલા કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ

આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા ૮૬૧૮૫/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ઉપરોકત આરોપી ધોરણ ૧ર પાસની લાયકાત ધરાવે છે. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકો ને અપીલ કરવામા આવે છે કે ,આવા લેભાગુ અને કોઇ પણ તબીબી લાયકાત વગર ના લોકો પાસે પોતની અને પોતના પરીવાર ના સભ્યો ની સારવાર ના SAA, સદરહું કામગીરીમાં 2। કે.આઇ.જાડેજા, તથા એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા, એમ.એમ.ઓદરા તથા પો.હેડકોન્સ સરમણભાઇ સવદાસભાઇ, મહેબુબખાન બેલીમ તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહીતભાઇ ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, ડ્રા ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

(8:40 pm IST)