Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ખાંભામાં ૫ ઇંચઃ મેઘો પાછો કેટલાક સ્થળોએ વરસી ગયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના નવા રાઉન્ડથી લોકોમાં ખુશાલી : શ્રાવણનો શુકનવંતો વરસાદ વરસ્યો

પ્રથમ તસ્વીરમાં ગોંડલ અને બીજી તસ્વીરમાં ગોંડલમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર : હસામુદીન કપાસી(જસદણ) ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

રાજકોટ,તા.૫ : રાજકોટ સહિત રાષ્ટ્રભરમાં અગાઉ અપાયેલી આગાહી મુજબ મેઘરાજાનું ફરી આગમન થયું હતું. સૌરાષ્ટ્રમાં સોમવારે મધરાતથી વાતાવરણ બદલ્યું હતું. આજે ઝાપટાથી આઠ ઇંચ જેટલુ પાણી ઠલવાતા સર્વત્ર આનંદ છવાઇ ગયો હતો. મુખ્યત્વે વરસાદ અમરેલી, જુનાગઢ અને તેને સંલગ્ન ભાવનગર જિલ્લાના ગામોમાં હતો. આ સિવાયસૌરાષ્ટ્રમાં ૧થી બે ઇંચ જેટલું પાણી તો વરસ્યુ હતું. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા પંથકમાં આઠ ઇંચ, હતો તો લાઠીના મતિરાળા ગામે એક કલાકમાં અનધરાધાર છ ઇંચ જળરાશી ખાબકી પડતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમરેલી જીલ્લાના ખાંભામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી મિશ્ર હવામાન યથાવત છે.

જસદણ

જસદણ : જસદણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગામડાઓમાં પણ વરસાદી માહોલ અતિ ઉકળાટ બાદ બપોર બાદ મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી એન્ટ્રી પૂર્વે તો ધરતીએ જાણે કાળી ચાદર ઓઢી હોય એવું અંધારૂ છવાયું હતું અને જસદણ શહેર સહિત તાલુકાના રર ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો આ લખાય છે ત્યારે ધીમીધારે વરસાદ ચાલું છે અને કેટલાંક જળાશયો સુધી પાણી પહોંચ્યું છે ભાદર નદીમાં નવાં નીરની આવક થઈ છે .

ચોટીલા

ચોટીલા : ચોટીલા શહેરમાં કાલે દિવસભરનાં અસહ્ય બફારા બાદ કાલે ચાર કલાક બાદ ધીમી ધારે વરસાદ વરસતા બે કલાકનાં અંતે ૧૮ મીમી જેટલો વરસી ગયેલ છે. ચોટીલા પંથકમાં વાવણી બાદ મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસેલ છે ત્યારે સ્થાનિક અનેક જળાશયો હજુ ખાલી છે. અસહ્ય પ્રમાણમાં બફારો રહે છે વાતાવરણને કારણે લોકો બેબાકળા બની ગયા છે સારા વરસાદની લોકોને ઇન્તેજારી છે. હાલ મોસમનો કુલ ૪૪૦ એમ એમ નોંધાયેલ છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

અમરેલી

અમરેલી

૭૬ મી. મી.

ખાંભા

૧ર૯ મી. મી.

જાફરાબાદ

૯૪ મી. મી.

ધારી

૬૩ મી. મી.

બગસરા

૧૧૯ મી. મી.

રાજૂલા

૭૩ મી. મી.

લાઠી

૩પ મી. મી.

લીલીયા

૧ર મી. મી.

વડીયા

૪ મી. મી.

સાવરકુંડલા

૯૪ મી. મી.

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

૧૭૮ મી. મી.

ભાવનગર

 

જેશર

ર૧ મી. મી.

મહુવા

૩ર મી. મી.

ગીર સોમનાથ

ઉના

૧૦ મી. મી.

કોડીનાર

૩૬ મી. મી.

ગીરગઢડા

ર૧ મી. મી.

તાલાલા

૩પ મી. મી.

વેરાવળ

૧૩૧ મી. મી.

સુત્રાપાડા

૧૦પ મી. મી.

જામનગર

કાલાવડ

૭ મી. મી.

ધ્રોલ

ર મી. મી.

જોડીયા

૧૮ મી. મી.

જામવાડી

૩૯ મી. મી.

વાંસજાળીયા

૧૮ મી. મી.

ધુનડા

૧૦ મી. મી.

પરડવા

ર મી. મી.

ભણગોર

૭ મી. મી.

હડીયાણા

પ મી. મી.

(11:35 am IST)