Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મોરબીના ખત્રીવાડ અને માળીયામિંયાણાનાં વીરવિદરકા ગામમાં મકાનો ઉપર વિજળી પડતા નુકશાન

મોરબી,તા.૫: છેલ્લા ઘણા સમયથી ગરમી અને ઉકળાટ જોવા મળતો હતો અને વરસાદ ખેંચતા જગતના તાત મૂંઝાયા હતા તો નાગરિકો પણ ગરમીથી તોબા પોકારી ચુકયા હતા જોકે આજે મંગળવારે મેઘ મહેર થઇ હતી.

મોરબી શહેરમાં સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત મોરબીના ગ્રામ્ય પંથક ઉપરાંત માળીયા તાલુકાના ગામડાઓમાં, વાંકાનેર તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો તો ટંકારા તાલુકામાં કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો હતો આજે મોરબીમાં સાંજે ધોધમાર વરસાદ વરસતા મોરબી શહેરના શનાળા રોડ પર પાણી ભરાયા હતા તે ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે મેઘમહેરથી લોકોને રાહત મળી હતી તો મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં દ્યર ઉપર વીજળી પડતા શોટ સર્કીટ થયું હતું અને વીજ ઉપકરણોને નુકશાન થવા પામ્યું હતું

તે ઉપરાંત માળીયાના વીરવિદરકા ગામે પણ વીજળી પડી હતી જેમાં મકાનમાં નુકશાન થયું હતું જોકે કોઈ જાનહાની થઇ ના હતી મંગળવારે સાંજે એક જ કલાકમાં મોરબીમાં ૮૦ મીમી એટલે કે સવા ત્રણ ઇંચ અને માળીયા તાલુકામાં ૩૬ મીમી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જયારે વાંકાનેર ૦૬ મીમી વરસાદ વરસ્યો હતો.(

(1:08 pm IST)